________________
બનાવે, (૯) સંયમના આચારમાં ઢીલો પડે, (૧૦) દૂરના ઘરમાં નિર્દોષ ગોચરી માટે ન જાય, (૧૧) એકાંત-અંધકાર-નિર્જન ભૂમિ વગેરેથી ડરે, (૧૨) બેઠા બેઠા ધર્મક્રિયા કરે, (૧૩) પ્રમાદનો ડગલે ને પગલે શિકાર બને, (૧૪) એક વાર પ્રતિજ્ઞા તૂટે પછી આગળ પ્રતિજ્ઞાને પાળે નહિ, (૧૫) એક નિયમ ભાંગ્યા પછી બીજા નિયમો પણ ઈરાદાપૂર્વક ભાંગે, (૧૬) સુખશીલતાને પોષે, (૧૭) ઉપસર્ગ-પરિષહથી દૂર ભાગે, (૧૮) ખડે પગે વૈયાવચ્ચભક્તિ-વિનય ન કરી શકે, (૧૯) વિહારમાં કંટાળે, (૨૦) લોચથી ભયભીત રહે, (૨૧) મચ્છર બેસે કે કાઉસગ્ગ ભાંગે, (૨૨) અનુકૂળ ગોચરી-જગ્યા-ઉપકરણ વગેરે આપનારની ખુશામત કરે, (૨૩) કટોકટીમાં દેવ-ગુરુની વફાદારી પ્રાયઃ ગુમાવી બેસે, (૨૪) આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો સહેલાઈથી ભોગ બને, (૨૫) સહનશીલતા ન કેળવે, (૨૬) અધીરાઈ-ઉદ્વેગ-આવેશ-આવેગ વગેરેના વળગાડથી ન છૂટે, (૨૭) ધર્મસાધનામાં પોતાની શક્તિ છૂપાવે, (૨૮) તેથી માયા-દેખાવ-દંભ-આડંબર વગેરેમાં ગળાડૂબ રહે.... આ રીતે સર્વતોમુખી વિનિપાતની આમંત્રણ પત્રિકા લખવાનું કામ ડગલે ને પગલે સત્ત્વહીન ધર્મી કરે રાખે છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાધિ ટકાવવા જેમ શારીરિક સત્ત્વ જરૂરી છે તેમ દોષોની હાર્દિક આલોચના કરવામાં પુષ્કળ માનસિક સત્ત્વ એટલું જ જરૂરી છે. (૧) દોષનો ભય, (૨) દુર્ગતિનો ભય, (૩) દુઃખનો ભય, (૪) પાપનો ભય, (૫) ગુરુસમર્પણભાવ, (૬) “અનંતા સિદ્ધ ભગવંતો મને પૂરેપૂરો ઓળખે છે. તો એક ગુરુદેવ મારા દોષને જાણે તો શું વાંધો ?” - આવી વિચારસરણી, (૭) “આલોચના વગરના દોષો ભવાંતરમાં રાક્ષસની જેમ મને હેરાન-પરેશાન કરશે” આવી શ્રદ્ધા, (૮) શલ્યોદ્ધાર વિના મોત સમયે થનારી અસમાધિનો ખ્યાલ, (૯) સરળતા, (૧૦) નિખાલસતા, (૧૧) નમ્રતા તથા (૧૨) આલોચના વિના
૨૭૯