________________
દીર્ઘભવભ્રમણ કરનારા લક્ષ્મણા સાધ્વી, રુક્મી સાધ્વી વગેરેના ઉદાહરણથી ભાવિત હૃદય.... ઈત્યાદિ અનેક પરિબળો ભેગા થાય ત્યારે તેવું માનસિક સત્ત્વ પ્રગટે છે. પછી આત્મા મોક્ષમાર્ગે પુરપાટ આગળ ધપે છે, આત્મકલ્યાણને સાધે છે.
આથી સંયમજીવનની સફળતાના મુખ્ય આધારસ્તંભ (૧) નિશ્ચયથી યોગને આદરવાની કળા અને (૨) સત્ત્વનું ઊર્ધ્વકરણઆ બન્નેને કેળવવા સતત પ્રયત્નશીલ બનવાની જરૂર છે. તો જ સ્વકલ્યાણ શક્ય બને. આ અતિ મહત્ત્વની અને ગંભીર બાબતનો અંગુલિનિર્દેશ શ્રીધર્મદાસ ગણિવરે ઉપદેશમાલા ગ્રન્થરત્નમાં ‘નો निच्छएणं गिण्हड़, देहच्चाए वि न य धिडं मुयइ, सो साहेइ સવÄ' (ગા. ૧૧૮) આવું કહેવા દ્વારા કરેલ છે. આ શાસ્રવચનના રહસ્યાર્થનું પરિણમન કરવાનો સમ્યક્ પુરુષાર્થ અવિરતપણે આપણા જીવનમાં ચાલુ રહે તેવી પરમાત્માને મંગલ પ્રાર્થના.
લખી રાખો ડાયરીમાં
અધ્યાપન યોગ દ્વારા ભવાંતરમાં પણ જિનશાસન, સંયમજીવન અને સમ્યગ્નાન વગેરેની સાનુબંધ પ્રાપ્તિ થાય છે.
♦ સમ્યજ્ઞાનની પ્રાપ્તિના છ ઉપાય. (૧) જ્ઞાનીની ભક્તિ, (૨) ભણનારા પ્રત્યે સહાયક ભાવ, (૩) વિદ્યાગુરુનો વિનય, (૪) નવું ભણવાની લગની. (૫) પુનરાવર્તનમાં અપ્રમત્તતા, (૬) આગમ પ્રત્યે અહોભાવ.
૨૮૦