________________
નાસ્તિકતા પણ આવકાર્ય :
ગઈકાલે સત્ત્વના ઊર્ધ્વકરણની વાત વિચારી ગયા. અદમ્ય ઉત્સાહ અને ઉલ્લાસથી સિંહની જેમ પરાક્રમથી આપણે દીક્ષા લીધી છે. પરંતુ સંયમપર્યાય વધવા છતાં, શાસ્ત્રો ભણવા છતાં સત્ત્વ ઉછળતું નથી એનું કારણ શું ? એ વિચારવાની જરૂરી છે. ઘણા બધા તેના કારણો જણાય છે. પરંતુ વિચાર કરતાં પ્રચંડ સત્ત્વના ઉછાળામાં આપણી આસ્તિકતા જ ઘણી વાર બાધક બનતી હોય તેમ લાગે છે.
આમ તો પુણ્ય, પાપ, પરલોક વગેરેના સ્વીકાર સ્વરૂપ આસ્તિકતા ધર્મમાર્ગે પ્રવર્તવાનું બીજ છે. કારણ કે તેના અભાવમાં ધર્મપ્રવૃત્તિનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. પરંતુ આવી આસ્તિકતા કયારેક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવામાં બાધક પણ બની જાય છે.
આરાધનામાં વિઘ્ન આવે ત્યારે અથવા સાધના દીર્ઘ કાળ સુધી ચાલનારી હોય ત્યારે ઘણી વાર ઉપરની આસ્તિકતા ઉત્સાહને ઘટાડે છે. જેમ કે (૧) તપ દરમ્યાન માંદગી આવે ત્યારે “મારા નસીબમાં તપ નહિ હોય આવો વિચાર; (૨) મહેનત કરવા છતાં જ્ઞાન ન ચડે ત્યારે “મારા જ્ઞાનાવરણ ભારે છે' આવો પ્રતિભાવ; (૩) “આ ભવમાં નહિ તો આવતા ભવમાં દીક્ષા, નિર્મળ ચારિત્રપાલન થશે” આવી ગણતરી; (૪) વૈયાવચ્ચ, જપ, તપ, ત્યાગ, વિહાર વગેરેમાં અવાર-નવાર અડચણો આવે ત્યારે મારા જ અંતરાય કર્મ ચીકણાં છે આવી દીનતાગર્ભિત માન્યતા જો આસ્તિકમાં આવે તો તેવી આસ્તિકતા મોક્ષમાર્ગે આગળ વધવાની ઝડપને તોડી નાંખે છે. સાધકને હતાશ, નિરાશ, નિરુત્સાહી અને પ્રમાદી બનાવે છે.
અંતરાય કર્મ, પાપ, પરલોક વગેરેના સ્વીકારમાંથી આવી
૨૮૧