________________
દીનતા, સત્ત્વહીનતા પ્રગટે તો તેવી આસ્તિકતા વૈરાગ્યની જવલંતતા, પુરુષાર્થની પ્રબળતા, ઉત્સાહની અદમ્યતા વગેરેને ખતમ કરે. નિર્માલ્યતા અને નિર્વીર્યતા પેદા કરે તેવી આસ્તિકતા શ્રી જિનેશ્વર ભગવંતોને માન્ય નથી.
ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા આસ્તિકતા અનિવાર્ય ભલે હોય. પરંતુ ધર્મમાર્ગે પરાકાષ્ઠાએ પહોંચવા, મોક્ષપુરુષાર્થને ચરમ સીમાએ પહોંચાડવા તો નાસ્તિકતા જ ઉપકારક છે, આવશ્યક છે, આવકાર્ય છે. “આવતો ભવ છે જ નહિ'- એમ માનીને અવિરત અદમ્ય ઉત્સાહથી આ જ ભવમાં તમામ આરાધના કરવાનો તરવરાટ આવે તો જ અપ્રમત્તતા આવે-ટકે-વધે.
(૧) જ્ઞાન ન ચઢે ત્યારે “મને જ્ઞાનાવરણ કર્મ નડે જ નહિ આવી નાસ્તિકતાથી જ્ઞાનપ્રાપ્તિના ઉપાયમાં રાત-દિવસ રચ્યા-પચ્યા રહેવાથી જ્ઞાનયોગમાં નિષ્ણાત બનાય. (૨) તપસાધનામાં વિઘ્ન આવે ત્યારે “મને તપના અંતરાય છે જ નહિ' આવી નાસ્તિકતા તો તપયોગની પરાકાષ્ઠાએ પહોંચાડે તેવો ઉત્સાહ આપે. (૩) દીક્ષા પ્રાપ્તિમાં વિલંબ થાય, વિઘ્ન આવે કે દીક્ષા પછી અતિચારબહુલ જીવન બને ત્યારે આવતા ભવ ઉપર નિરતિચાર સંયમસાધનાને ઠેલવવાના બદલે આ જ ભવમાં તેને આત્મસાત કરવાની તીવ્ર તમન્ના “આવતો ભવ કોણે જોયો છે ? આવી નાસ્તિકતામાંથી જ પ્રગટે તેવી શક્યતા રહેલી છે. જેમ નાસ્તિક માણસ કોઈ પણ ભોગસુખને-મોજમજાને આવતા ભવ ઉપર છોડતો નથી. પરંતુ આ જ ભવમાં તેને મેળવવા ઝંખે છે તેમ આપણે કોઈ પણ સાધનાને, સંયમપરિણતિને આવતા ભવ ઉપર છોડવાના બદલે આ જ ભવમાં આત્મસાત કરવાની તીવ્ર તમન્ના પ્રગટાવીએ તો જ પ્રચંડ સત્ત્વ ખીલી શકે.
(૧) અત્યારે પહેલું સંઘયણ નથી. (૨) આપણું સંઘયણ નબળું છે. (૩) કાળ પડતો છે. (૪)
૨૮૨