________________
શાસનદેવો જાગ્રત નથી. (૫) કેવલજ્ઞાનીનો વિરહ છે. (૬) નિર્દોષ સંયમચર્યાને યોગ્ય ક્ષેત્રો પ્રાયઃ મળતા નથી. (૭) આ ભવમાં ગમે તેટલી ઉગ્ર સાધના કરીએ તો પણ આ ભવમાં તો મોક્ષ મળવાનો જ નથી. (૮) યુગપ્રધાનો-અવધિજ્ઞાનીઓ-લબ્ધિધારી મહાત્માઓનો અહીં હાલ દુકાળ છે. (૯) જૈન સંઘનું વર્તમાનમાં પુણ્ય નબળું લાગે છે. (૧૦) મંત્રોનો પ્રભાવ ઘટી ગયો છે. (૧૧) મલિન તત્ત્વોનું બળ હમણાં પ્રચુર છે. (૧૨) આપણે વિરાધક ભાવનું જ ચારિત્ર પાળવાનું નસીબ લઈને આવ્યા છીએ. (૧૩) આમ પણ સાંપ્રત કાળમાં તો બકુશ-કુશીલ ચારિત્ર જ ભગવાન ભાખી ગયા છે ને ! (૧૪) પાંચમા આરાનું વર્ણન શ્રીવીર પ્રભુજી જેવું કરી ગયા છે તે મુજબ ઘટનાઓ બનતી જ જાય છે. (૧૫) પુણ્યપાલ રાજાના દશ સ્વપ્રો સત્ય સાબિત થઈ રહ્યા છે. (૧૬) નિયતિ કે ભાવભાવને કોણ અન્યથા કરી શકે છે ? (૧૭) ભસ્મગ્રહનો પ્રભાવ સંઘ-શાસન ઉપર પોતાનું કાર્ય કરી રહ્યો છે. (૧૮) આપણું પુણ્ય જ વાકું, તકલાદી અને નબળું છે. (૧૯) શાસનદેવ ૨૪ કલાક સેવામાં રહીને જેમની તમામ આજ્ઞાને આનંદથી પાળે તેવા સમર્થ મહાત્માનો હમણાં અભાવ છે. (૨૦) રાજકારણીઓ બુદ્ધિભ્રષ્ટ-શ્રદ્ધાભ્રષ્ટ છે...” આવી બાબતો કદાચ સત્ય હોય અને શાસ્ત્રકથિત હોય તો પણ તેની શ્રદ્ધા રાખવા સ્વરૂપ આસ્તિકતાને તો આપણે તાત્કાલિક રવાના જ કરવી જોઈએ. કારણે કે તેવી આસ્તિકતા આપણને નિસત્ત્વ, નિસ્તેજ, નિર્વીર્ય, નિષ્ક્રિય, નિર્માલ્ય અને નિરાશ બનાવે છે. તે આપણી કર્તવ્યપરાયણતાને દફનાવે છે; ફરજ ચૂકાવે છે; બેધ્યાન, બેફિકર અને બેદરકાર બનાવે છે; ગુમસૂમ કરી મૂકે છે; શાસનદાઝને ખતમ કરે છે.
શ્રીસંઘ અને શાસન ખાતર કંઈક કરી છૂટવાના, બલિદાન દેવાના આપણા અરમાનોના ચૂરેચૂરા કરી નાંખે તેવી આસ્તિકતા ક્યારેય
- ~-૨૮૩}
૨૮૩