________________
શ્રીજિનેશ્વર ભગવંતોને માન્ય ન હોઈ શકે. શાસનની અને સંઘની બેહાલ દશાને જોવા-જાણવા છતાં પેટનું પાણી ન હાલે, આંખમાં ઉના આંસુ ન આવે, હૃદય સંવેદનશીલ ન બને તેવી ભૂમિકાએ આપણને પહોંચાડે તેવી આસ્તિકતા આપણા માટે સ્વીકાર્ય-સત્કાર્યસન્માન્ય કઈ રીતે બની શકે? જે સમજણ-શ્રદ્ધા-આસ્તિકતા સારું પરિણામ ન લાવે તે કઈ રીતે મુમુક્ષુ માટે આદરણીય બને ?
બિલાડી આવે છે - એવા સમાચાર મળે પછી પોપટ તેને સત્ય માનીને કેવળ આંખ મીંચીને બેસી રહે કે પાંખ ફફડાવીને ઉડી જાય ? આગ ફાટી નીકળવાના સમાચારને સત્ય માનવા માત્રથી બંબાવાળાનું કામ પૂર્ણ થાય કે તેણે આગ બૂઝવવાના સઘન પ્રયત્ન કરવાના હોય ? “ગામમાં ચોર-લૂંટારાનો ઉપદ્રવ ઘણો છે' - આ સમાચાર પોલીસને આપવાની પાછળ “આ સમાચારને પોલીસ સત્ય તરીકે માને” આવો આશય સમાચાર આપનારનો હોય ? કે “ગામને ચોરના ત્રાસમાંથી પોલીસ બચાવે - એવો અભિપ્રાય સંદેશ આપનારના હૈયામાં હોય ? ડોકટરના સાચા રીપોર્ટની કેવળ શ્રદ્ધા રાખીને, ચિકિત્સા કરાવ્યા વિના મરી જનાર દર્દીને શું શાબાશી મળે? મેડિકલનો રીપોર્ટ કેવળ રોગની જાહેરાત કરવા માટે છે કે રોગને નાબૂદ કરવા માટે ? તેમ ભગવાને કલિકાલનું વર્ણન કરેલ છે કે છેલ્લા સંઘયણ વગેરેની વાતો શાસ્ત્રમાં આવે છે તે શું કેવળ સત્યરૂપે સ્વીકારવા માટે છે કે આપણને વધુ સાવધાન-સક્રિય અને જાગ્રત બનાવવા માટે છે? તેથી આપણને સત્ત્વહીન બનાવનારી આસ્તિકતાને છોડી, તરછોડીને શાસન-સંઘસંયમ ખાતર કેસરિયા કરવા કટિબદ્ધ બનાવે તેવી નાસ્તિકતા કેળવવાના આપણા પ્રયત્નોને પરમાત્મા સફળ બનાવે તેવી મંગલકામના...
-૨૮૪
૨૮૪