________________
.....તો અનgવાસી દેવ ભટકાઈ જાય
સમજણથી અને સત્ત્વથી સ્વીકારેલ સંયમજીવન સમય જતાં સરસના બદલે વિરસ-નીરસ લાગે તો તેના પાયામાં મહત્ત્વનું કારણ છે ગુરુના ઠપકાને પ્રસન્નતાથી વધાવવાની કાયમી તૈયારીનો અભાવ. અને તેનાં કારણો છે (૧) ગુરુદેવ પાસેથી સ્વપ્રશંસા સાંભળવાની ભૂખ, (૨) “આપણી આરાધનાની ગુરુજી દ્વારા ઉપબૃહણા થવી જોઈએ- એવી અપેક્ષા, (૩) શ્રાવક-શ્રાવિકા દ્વારા આપણી લાયકાત કરતાં ય વધુ મળતા માન-સન્માનમાં થતી મીઠાશની અનુભૂતિ, (૪) ઠપકાથી બેઆબરૂ થવાનો ભય, (૫) મુમુક્ષુપણામાં થયેલા આપણા બહુમાન-મેળાવડા વગેરે દ્વારા પુષ્ટ થયેલ માન કષાય, (૬) ગુરુના ઉપકારોનું વિસ્મરણ, (૭) આપણી ભૂલના ગંભીર પરિણામના ખ્યાલનો અભાવ, (૮) ભારે કર્મીપણું, (૯) ભાવી દીર્ઘભવભ્રમણ... વગેરે.
- શ્રાવકોની ઉદારતાથી વર્તમાન સંયમજીવનમાં વિહાર-ગોચરી વગેરે બધું જ સરળ બની ગયું છે તેમ જ સમય જતાં લોચકાપ વગેરે સંયમચર્યા પણ સરળ બની જાય છે. પરંતુ સમય જેમ જેમ પસાર થાય, પર્યાય જેમ જેમ વધે તેમ તેમ ગુરુના કડવા વચન, ઠપકો, આક્રોશ વગેરે સાંભળવાનું બહુ જ અઘરું અને કપરું બનતું જાય છે. જો આ કાર્ય સરળ બને તો જ ભાવસંયમની અનુભૂતિ આપણે કરી શકીએ. ગુરુ કે વડીલ વગેરે ઠપકો આપે ત્યારે લેશ પણ પ્રસન્નતા ન ઘટે તે જ ચારિત્રની તાત્ત્વિક લાયકાત છે. ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ખુલાસો, કારણની રજૂઆત કે બોલાચાલી કરવી તે સંયમજીવનની અપાત્રતાની જાહેરાત છે. ગુરુ ઠપકો આપે ત્યારે “સારું થયું ગુરુદેવ ઠપકો આપ્યો. તેનાથી જ મારું અભિમાન તૂટશે.” આવો પરિણામ જાગે તે શિષ્યની ઉત્તમ
-૨૮૫