________________
ભૂમિકા છે, “મિચ્છામિ દુક્કડમ્, “મારાથી ભૂલ થઈ ગઈ. હવેથી ખ્યાલ રાખીશ.' આ મધ્યમ ભૂમિકા છે. બચાવ-વિરોધ-બળવો. આ તો ઉત્તરોત્તર કનિષ્ઠ ભૂમિકા છે.
(૧) “શિલ્પીની જેમ સતત અનુશાસનના ટાંકણા મારીને પણ આપણું ઘડતર કરવું અને સદ્ગતિ-પરમગતિ તરફ આપણું જીવન બનાવવું એ જ આપણા પ્રત્યે ગુરુનું વાત્સલ્ય છે”
(૨) “ગળીયા બળદ જેવો ગુરુની કડકાઈ વિના, સીધી રીતે, સામે ચાલીને, ક્યાં શક્તિ છૂપાવ્યા વિના હું જિનાજ્ઞાને પાળવાનો છું ?
(૩) “ઉન્માર્ગગામી હાથીને અંકુશની જરૂર છે, ઉદ્ધત ઘોડાને લગામની જરૂર છે તેમ પુણ્યોદયથી છકેલા મને ગુરુના અંકુશની ઘણી જરૂર છે.”
(૪) “ગુરુ મને જાહેરમાં બેરોકટોક ઠપકો આપી શકે છે - તે મારી પાત્રતાની જાહેરાત છે. કેમકે “જાહેરમાં ઠપકો સાંભળવા છતાં હું બળવો નહિ કરું, બચાવ-દલીલ કરીને ગુરુને ખોટા નહિ પાડું, મનને બગાડીશ નહિ, સમર્પણભાવ છોડીશ નહિ, ભૂલને સ્વીકારીને ભૂલને સુધારીશ, સ્વયં સુધરીશ' - આવો મારા ઉપર ગુરુદેવશ્રીને વિશ્વાસ હોવાથી જ તેઓ મને જાહેરમાં ઠપકો આપે છે.”
(૫) “ગુરુ મને ઠપકો આપે છે તે મારા પૂર્વસંચિત પુણ્યોદયની નિશાની છે. કેમ કે ગુરુનો ઠપકો, કડકાઈ મને પાપમાર્ગે જતાં અટકાવે છે અને પુણ્યમાર્ગે - પવિત્રમાર્ગે લઈ જાય છે. સદ્ગતિમાં લઈ જનાર મારો પુણ્યોદય જ મારા વિશે કડક ઠપકો આપવાની ગુરુને પ્રેરણા કરે છે.” (પુvોર્દિ રોડયા પુર:હિં - ઉપદેશમાલા - ગાથા-૧૦૧)
(૬) “ગુરુ પ્રત્યેનો મારો સમર્પણભાવ, બહુમાનભાવ, કૃતજ્ઞભાવ, અહોભાવ વાસ્તવમાં પોલાદી છે કે તકલાદી?- આની પરીક્ષા કરવા માટે કર્મસત્તા ઉપકારી એવા ગુરુદેવ દ્વારા ઠપકો અપાવે છે. જો કર્મસત્તાની આ કસોટીમાં હું ઉત્તીર્ણ થઈશ તો
૨૮૬