________________
ધર્મ મહાસત્તા મારી ઈજ્જત પણ એટલી જ કરશે.”
(૭) “મારા સંયમજીવનની, તપ-ત્યાગ-સ્વાધ્યાય-વૈરાગ્યની સફળતા ગુરુના ઠપકાને પ્રેમથી ઝીલવામાં જ છે.”
(૮) “પ્રસન્નતાથી ગુરુની તમામ કડકાઈને વધાવીશ તો જ મારો સર્વક્ષેત્રીય અપ્રતિહત પુણ્યોદય જાગશે અને મોક્ષ મળશે.”
(૯) “સદ્ગના આક્રોશને, ઠપકાને આ ભવમાં ઉત્સાહથી વધાવીશ તો ભવાંતરમાં મને સદ્દગુરુનો, પરમગુરુનો પાવન યોગ થશે, અન્યથા નહિ.”
(૧૦) “સંપત્તિ અને સગાસ્નેહીના સંસારમાંથી છોડાવ્યા બાદ શિષ્ય માન-સન્માન-પરિગ્રહ-પ્રમાદના સંસારમાં ખેંચી ન જાય તે માટે ગુરુનું અનુશાસન, કરુણા સતત જાગતી હોય તો જ શિષ્યનું સૌભાગ્ય લોકોત્તર બને.”
(૧૧) દર્દીની દુનિયામાં ડોકટર તરીકે પ્રસિદ્ધ વ્યક્તિનું સ્થાન, માતાના હૈયામાં પુત્ર તરીકે જ હોય તે માતાનું વાત્સલ્ય છે. તેમ શ્રાવકોની દુનિયામાં પ્રભાવક તરીકે પ્રસિદ્ધ શિષ્યનું પણ સ્થાન ગુરુના હૈયામાં આશ્રિત-શરણાગત તરીકે જ હોય તે ગુરુનું વાત્સલ્ય છે અને શિષ્યનું સદ્ભાગ્ય છે.”
(૧૨) “ગુરુની નિગ્રહકૃપાને સદા સર્વત્ર પ્રસન્નતાથી ઝીલે તે શિષ્ય કુદરતનો અને શાસનનો પણ લેણદાર બને છે.”
આવી ઉપરોક્ત વિચારણામાંથી કોઈ પણ વિચારણા દઢતાથી આત્મસાત્ થાય તો ગુરુનો ઠપકો સાંભળવામાં મીઠી લાગણીનોમધુર લાગણીનો અનુભવ થાય, જાણે કે ભૂખ્યા પેટે ઉનાળામાં સૌપ્રથમવાર કેરીનો રસ વાપરતાં હોઈએ તેવી મીઠાશનો અનુભવ થાય.
આવી ભૂમિકાએ પહોંચીએ પછી તો ગુરુ ઠપકો ન આપે તો દિવસ વાંઝીયો લાગે અને વગર વાંકે ગુરુ ઠપકો આપે તો ય પ્રસન્નતા વધે. આપણી ભૂલ વિના ય ગુરુ આપણને ઠપકો
૨૮૭