________________
આપે ત્યારે તેને પ્રેમથી સાંભળીએ તો તેનાથી
(૧) કાયમ ગુરુના અનુશાસનમાં રહેવાની લાયકાત આવે; (૨) ગુરુનો તાત્ત્વિક વિનય થાય.
(૩) નમ્રતા નામનો મહાકિંમતી ગુણ કેળવાય.
(૪) મોહનીય કર્મનો પ્રબળ અને સાનુબંધ ક્ષયોપશમ થાય. (૫)ભવાંતરમાં ગૌતમ-સ્વામીજી જેવા સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય
તૂટે.
(૬) જોરદાર આઠેય નામ કર્મ, સૌભાગ્ય કર્મ, યશનામકર્મ બંધાય. (૭) આપણા નિમિત્તે બીજાને વિનય, નમ્રતા, સમર્પણનો ઉજળો આદર્શ મળે.
(૮) ગુરુદેવના હાર્દિક આશિષ મળે છે.
(૯) સંયમજીવનમાંથી ઉથલાવનારા ચીકણા કર્મો ઝડપથી રવાના થાય છે.
(૧૦) તાત્ત્વિક-સાત્ત્વિક-આધ્યાત્મિક-પારમાર્થિક શિષ્યત્વ આપણામાં પ્રગટે છે.
(૧૧) હાર્દિક સાનુબંધ મોક્ષમાર્ગ મળે છે. (૧૨) બિનશરતી સદ્ગુરુશરણાગતિ દૃઢતાથી કેળવાય છે. (૧૩) ગુરુને ખોટા પાડવાનું બનતું નથી. (૧૪) ગુરુનું ગૌરવ-બહુમાન સચવાય છે.
આવી અનેક લાભાનુલાભની ઉદાત્ત દૃષ્ટિને પરાકાષ્ઠાએ પહોંચાડવાથી જ ચંડરુદ્રાચાર્યના શિષ્ય, મૃગાવતીજી વગેરેને બાહ્ય ઉગ્ર સાધના વિના ય કેવળજ્ઞાન સામે ચાલીને મળેલ હશે-એમ લાગે છે.
આવી ગુણગ્રાહી દૃષ્ટિ જીવંત બને પછી શિષ્ય દેવની જેમ ગુરુની ઉપાસના કરે. શિષ્ય સૌ પ્રથમ જ્વલંત સમર્પણભાવ દ્વારા ગુરુમાં દેવત્વને, દેવાધિદેવત્વને પ્રગટાવે. પછી ગુરુ અને કેવલજ્ઞાની ભગવંત વચ્ચેનો ભેદ પણ શિષ્યની ષ્ટિમાંથી રવાના થાય. આ
૨૮૮