________________
રીતે ભાવીકલ્યાણને સૂચવનાર ગુરુતત્ત્વ અને દેવતત્ત્વ વચ્ચે અભેદભાવ થવાથી ગુરુ હવે ગુરુદેવ બને છે. ગુરુતત્ત્વ અને દેવતત્ત્વ વચ્ચેનો ભેદભાવ જ્યારે શિષ્યના મનમાંથી મરી પરવારે ત્યારે ધર્મતત્ત્વની=ચારિત્રધર્મની સાચી આરાધના શરૂ થાય છે. એક સિક્કાની બે બાજુ. એક બાજુથી ગુરુ લાગે અને બીજી બાજુથી દેવ દેખાય. સારણા-વારણા-ચોયણા-પડિચોયણા વગેરે કરે તેથી તે ગુરુ તથા દેવાધિદેવની જેમ ઝડપથી મોક્ષે પહોંચાડે તેથી તે દેવ.
શિષ્ય પોતાના શિષ્યત્વને જેમ ઊંચા સ્તરે પહોંચાડે તેમ ગુરુ એ ગુરુદેવ બને. આમ જુઓ તો ગુરુ એ પોતાની રીતે સ્વયં તો મુનિ-સંયમી જ છે, વિશેષ કશું જ નહિ. પરંતુ શિષ્યમાં જેમ જેમ શિષ્યત્વ પ્રગટે તેમ તેમ સામે ભવોદધિતારક મુનિમાં ગુરુત્વ પ્રગટે. જેટલું અને જેવું શિષ્યત્વ આપણામાં પ્રગટ થાય તેટલું અને તેવું ગુરુત્વ આપણા માટે ગુરુમાં ઊભું થાય. જ્યારે શિષ્યત્વ ચરમ સીમાએ પહોંચે ત્યારે ભવોષિતારક સંયમીમાં ગુરુદેવત્વ પ્રગટે અને આપણામાં કૈવલ્ય પ્રગટે. એક જ સંયમીમાં અલગ અલગ શિષ્યો દ્વારા નિર્માયેલ ગુરુત્વ, ગુરુતરત્વ, ગુરુદેવત્વ મુજબ તે તે શિષ્યોને લાભ થાય છે.
મતલબ કે ગુરુ દ્વારા આપણે તરવાનું નથી પરંતુ તેમનામાં ગુરુત્વ-ગુરુદેવત્વ પ્રગટાવવા દ્વારા તરવાનું છે. ગુરુત્વ કે ગુરુતત્ત્વ સાથે આપણો સંબંધ એટલે આપણું અનુશાસન કરવાની ગુરુની શક્તિશુદ્ધિ સાથે આપણો સંબંધ. આ સંબંધ અસ્થિમજ્જા બને તો જ ભાવીમાં કલ્યાણ થાય અને ગુરુની દેવતુલ્ય-તીર્થંકરતુલ્ય પર્યાપાસનાનો પ્રારંભ થાય. આ અતિગહન-ગૂઢ-સૂક્ષ્મ-રહસ્યાત્મક વાતને ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસગણિવરે ‘સેવમિવ પન્નૂવાસંતિ -(ગાથા ૧૦૧) કહેવા દ્વારા આપણી સમક્ષ રજૂ કરી છે. પરંતુ ગુરુમાં દેવતત્ત્વની ચલપ્રતિષ્ઠા ન થવી જોઈએ.
ગુરુતત્ત્વની સાચી ઓળખાણ થાય તો ગુરુના ઠપકામાં,
૨૮૯