________________
અનુશાસનમાં કે કડકાઈમાં ઉગ ન થાય. ગુરુ એને કહેવાય કે જે શિષ્યને
(૧) પાપ ક્રિયાથી બચાવે, (૨) પાપના નિમિત્તથી બચાવે, (૩) પાપ કરાવનાર દુર્બુદ્ધિથી બચાવે, (૪) પાપના ઉદયમાં આર્તધ્યાનથી બચાવે, (૫) દુર્ગતિથી બચાવે, (૬) દુર્ગતિના દુઃખથી, દુર્નિમિત્તથી અને દોષથી બચાવે, (૭) મોક્ષમાર્ગે લાવે-ચલાવે-દોડાવે, (૮) સન્મતિ-સદ્ગતિ-પરમગતિ આપે-અપાવે.
આ આઠ જવાબદારીને અદા કરવા માટે ગુરુ ભગવંતે પ્રમાદી શિષ્યને ઠપકો વગેરે આપ્યા વિના છૂટકો જ નથી. બાકી તો ગુરુ વિના આપણો આપણી જાતે જ ક્યારનો મોક્ષ થઈ ગયો હોત. ગુરુદેવ પોતાની ફરજ ત્યારે જ નિઃસંકોચ રીતે અદા કરી શકે જો આપણે તેમના અનુશાસનમાં, કડકાઈમાં, આક્રોશમાં પ્રસન્નતાના ફુવારા ઉછાળીએ.
ગુરુ પ્રત્યે પ્રકૃષ્ટ સમર્પણભાવ હોય તો ચારિત્ર પાળવાનો પરિણામ કદાપિ તૂટે નહિ, ચારિત્રપરિણામ તોડે તેવા સંયોગ મળે નહિ. કદાચ તેવા સંયોગ મળે તો પણ તેમાં તે ટકી જાય, ડગે નહિ. આ વસ્તુસ્થિતિ નજર સામે હોય તો ગુરુની ભક્તિશરણાગતિ-સમર્પણમાં કયારેય કચાશ આવે નહિ. પછી પ્રતિદિન સંયમમાં ઉત્સાહ વધે અને અનુત્તરવાસી દેવની પ્રસન્નતાને પણ ટક્કર માટે તેવી પ્રસન્નતા આત્મસાત થાય. તેવી પ્રસન્નતા જોઈને કદાચ અનુત્તરદેવ પણ શરમાઈ જાય !
શિષ્ય જો (૧) આચારસંપન્ન, (૨) શીલસંપન્ન અને (૩) વિનયસંપન્ન હોય તો ગુરુને પણ કેવલજ્ઞાન અપાવવાનું સૌભાગ્ય ધરાવી શકે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય આચારસંપન્ન હતા. કારણ કે
૨૯૦