________________
પરાણે દીક્ષા આપી છતાં પાળી. શીલસંપન્ન પણ હતા. કારણ કે લગ્નના દિવસે દીક્ષા આપવા છતાં વિજાતીય આકર્ષણથી મુક્ત હતા. વિનયસંપન્ન પણ હતા, કારણ કે લાકડીના ઘા ખાવા છતાં ગુરુ પ્રત્યે બળવો તો નહિ, દુર્ભાવ પણ કર્યો નહિ. ઊલટું “લગ્નદિવસે આજીવન બ્રહ્મચર્યની ભેટ આપીને સંયમનું તિલક કરવા દ્વારા મોક્ષલક્ષ્મીની વરમાળાનું મારા કંઠે આરોપણ કરનાર છે ભવોદધિતારક ગુરુદેવશ્રીને હું અભાગીઓ અશાતામાં નિમિત્ત બની રહ્યો છું - આવા પ્રકષ્ટ સમર્પણભાવના ફુવારામાં સ્નાન કરીને, ગુરુદેવને ય સમતાસુધારસમાં નવડાવીને કેવલજ્ઞાનની ભેટ ધરી. કોટિ કોટિ વંદન આ ઉત્તમ વિનીતશિરોમણિ સંયમીને !
બીજી મહત્ત્વની વાત એ સમજી લેવી જરૂરી છે કે ગુરુ શક્તિશાળી હોય, નીરોગી હોય, શિષ્ય પરિવારસંપન્ન હોય, સંસારીપણે સગા હોય, શાસનપ્રભાવક હોય, પ્રભાવક પ્રવચનકાર હોય, વિશિષ્ટ પુણ્યશાળી હોય, અનેક ભક્તોથી પરિવરેલા હોય, તેમની ભક્તિસેવા કરવા બધા પડાપડી કરતા હોય, ગુરુ આપણા પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતા હોય તેવા સંયોગમાં જ ગુરુ પ્રત્યે લાગણી, સમર્પણભાવ, ભક્તિભાવ જાગે અને તેવું ના હોય તો તેમના પ્રત્યેની આપણી લાગણી સૂકાઈ જાય તો સમજી રાખવું કે ગુરુતત્ત્વ સાલ્વે હજુ આપણો તાત્ત્વિક સંબંધ બંધાયો નથી.
ચામડાની આંખે દેખાતી ગુરુની પુણ્યોદયજન્ય શક્તિ-લબ્ધિ-વૈભવસમૃદ્ધિને જોઈને જ ગુરુ પ્રત્યે પ્રગટ થતો ભક્તિભાવ ભ્રામક સમજવો, પ્રાયઃ ઔદયિક ભાવનો સમજવો. આપણો સંયમપર્યાય વધે, શાસ્ત્ર ભણતર વધે તેમ તેમ ઉપકારી ગુરુવર્ગ પ્રત્યે વિનય, સમર્પણભાવ વધે તો જ તે બધું સાર્થક. બાકી તે પણ પ્રાયઃ નિરર્થક-નિષ્ફળનિપ્રયોજન સમજવું.
૨૯૧