________________
તો બ્રહ્મચર્ય સરળ છે.
શ્રી દશવૈકાલિકજીમાં સ્વયંભવસૂરિજી મહારાજે ચિત્તમિત્તિન નિખ્વાણ નાર્ત્તિ વા મુગાિ' (૮/૫૫) કહેવા દ્વારા ચિત્રમાં દોરેલ સ્ત્રીને પણ જોવાનો નિષેધ કર્યો છે. તેમણે તો આગળ વધીને નાક-કાન વગરની અને હાથ-પગ કપાઈ ગયા હોય તેવી ૧૦૦ વર્ષની ઘરડી ડોશીને પણ જોવાની મનાઈ કરી છે. (૬.વૈ. ૮| ૫૬) અન્ય શાસ્ત્રોમાં પણ નારીને નરકની દીવડી, જીવતી ડાકણ, વિફરેલી વાઘણ, ડંખીલી નાગણ, દૃષ્ટિવિષ સર્પ, *તાલપુટ ઝેર, દુર્ગતિદાયિની, અશુચિથી ઉભરાતી ગટર, ગંધાતો ઉકરડો, વિષ્ટાથી ભરેલી ચામડાની કોથળી, “રાખનો ઢગલો, હાડકાનો માળો, પુદ્ગલપુંજ, રૌદ્ર રાક્ષસી, સળગતા અંગારાનો ઢગલો, અસીમ તોફાની સમુદ્ર, વંટોળીયો પવન, ભયંકર અરણ્ય, ૧૯જંગલી શિકારી પશુ, ઊંડી અંધારી ખાઈ વગેરે અનેક ઉપમા આપી છે. આ બધી ઉપમા સ્ત્રીની અધમતા કે નીચતા બતાવવા માટે નથી. પરંતુ આપણા મનમાં રહેલ વિજાતીયઆકર્ષણની અધમતા-ભયંકરતા બતાવવા માટે છે.
જેમ સાપ ભયંકર નથી પણ તેના મોઢામાં રહેલ ઝેરની કોથળી ભયંકર છે, જીવલેણ છે. તેમ છતાં સાપને ભયંકર કહેવામાં આવે છે. તે રીતે ‘સ્ત્રી ભયંકર નથી' પણ તેના પ્રત્યે આપણા મનમાં રહેલ આકર્ષણ જ ભયંકર છે. તેમ છતાં સ્ત્રીને ભયંકર કહેવામાં આવેલ છે તેનો આશય વિજાતીયથી આપણને દૂર રાખવા દ્વારા વિજાતીય આકર્ષણથી બચાવવાનો છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉપરના અનેક શાસ્ત્રવચનો અનેક વાર વાંચવા છતાં, સાંભળવા છતાં, બુદ્ધિથી સમજવા છતાં, હૃદયથી સ્વીકારવા છતાં, વિજાતીય તત્ત્વથી દૂર રહેવાનો પ્રામાણિક પ્રયત્ન કરવા છતાં, તપ-ત્યાગ-વૈયાવચ્ચથી શરીરનો કસ કાઢવા
૨૯૨