________________
છતાં, વિજાતીય વ્યક્તિની ભયંકરતાનું ચિંતન-મનન-કરવા છતાં આ રાંક જીવ નિમિત્ત મળતાં જ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે ત્યારે ઉપરની તમામ શાસ્ત્રોક્ત ગરીબડા જીવને બચાવવા માટે અસમર્થ બની જાય છે. અને વાસનાની વિકૃત ખણજ પોષવા દ્વારા જીવ ફરી જન્મ-મરણના ચકરાવામાં ફસાઈ જાય છે.
અહીં સવાલ એ થાય છે કે (૧) શાસ્ત્રની મોટી ઘોષણાઓ પણ શું જીવને વાસનાના વિષમ વમળમાંથી ઉગારવા શક્તિમાન નથી ? (૨) શાસ્ત્રોક્ત બ્રહ્મચર્યની નવ વાડનું વર્ષો સુધી પાલન કરવા છતાં વિચિત્ર નિમિત્ત મળતાં એકાએક વાસનાની જ્વાળા મનમાં કઈ રીતે પેદા થઈ શકે ? (૩) શું વેદમોહનીયના ઉદયને શાસ્ત્રનું ચિંતન-મનન-પાલન કાયમ દફનાવી ના શકે ? (૪) વાસનાના ભૂખ્યા વરનો શિકાર બનતા જીવને રક્ષણ આપવા તપત્યાગ-વિહાર-અસ્નાન-લોચ-મલધારણ-અદંતધાવન-વિભૂષાવર્જન વગેરે સંયમચર્યાપાલન સ્વરૂપ સિહ શું અસમર્થ છે ? (૫) રોજ સ્થૂલભદ્ર સ્વામીજીનો જાપ કરવા છતાં શું હઠીલી વાસનાની પજવણી શાંત ન થાય ? (૬) હાર્દિક ગુરુભક્તિ, પ્રભુભક્તિ કે ગ્લાનસેવા પણ શું એકાંતમાં-અંધકારમાં મનમાં પેદા થતી કામવાસનાને અટકાવી ન શકે? (૭) સ્ત્રી શરીરમાં અશુચિ ભાવના કરવા છતાં તેનું આકર્ષણ છૂટે કેમ નહીં ? ભલભલા મોટા સાધકોતપસ્વીઓ પણ ગોથા ખાઈ જાય તેવો બહુ જ જટિલ-વિષમગહન-ગંભીર એવો આ પ્રશ્ન છે.
આ સમસ્યા વ્યક્તિગત હોવા છતાં સમષ્ટિને લાગુ પડે જ છે. કાયમી અત્યંત નાજુક સવાલ હોવા છતાં તેનો જવાબ અનાદિકાળથી આપણે કયાંયથી પ્રાયઃ પ્રાપ્ત કરેલ નથી. જેઓએ આ પ્રશ્નનો સચોટ ઉત્તર મેળવેલ છે તેઓ સહજ રીતે વાસનામુક્ત બની શક્યા છે. કુનિમિત્તો વચ્ચે પણ પવિત્ર રહી શક્યા છે.
૨૯૩