________________
આપણે આજે આ પ્રશ્નનો જવાબ મેળવવો જ છે. પ્રશ્ન જટિલ હોવા છતાં તેનો જવાબ બહુ જ સરળ છે.
ઉપરના પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક લૌકિક દૃષ્ટાંત વિચારી લઈએ. દૂધમાં આપણને આરોગ્ય, શક્તિ, સ્ફર્તિ, પ્રોટીન, વિટામીન આપવાની ક્ષમતા હોવા છતાં દૂધ જ્યાં સુધી ગાયભેંસના આંચળમાં રહેલું હોય, બોટલમાં કે કોથળીમાં રહેલ હોય ત્યાં સુધી દૂધ પોતાનું કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતું નથી. દૂધાળા ઢોરના આંચળમાંથી, બોટલમાંથી કે કોથળીમાંથી બહાર નીકળીને દૂધ જ્યારે આપણા પેટમાં જાય, પચે પછી જ તે આરોગ્યશક્તિ-સ્તુર્તિ વગેરે આપે. બરાબર આ જ રીતે “નારી નરકની દીવડી...' વગેરે શાસ્ત્રવચનો વિજાતીય આકર્ષણના બંધનમાંથી છોડાવવા માટે સમર્થ હોવા છતાં જ્યાં સુધી તે શાસ્ત્રવચનોને આપણે ગેરસમજની કોથળીમાં બાંધી રાખેલ હોય ત્યાં સુધી તે પોતાનું કાર્ય કરી ના શકે.
વિજાતીય વ્યક્તિમાં સુખ આપવાની શક્તિ છે'- આવી અનાદિકાલીન માન્યતા છે તેવા કુસંસ્કાર એ ગેરસમજરૂપી કોથળી છે. વાસનાના ઉદ્રકમાં ગલગલીયાં થાય એ પણ ગેરસમજ જ છે. આવી ગેરસમજ કે ભ્રમણા હોય ત્યાં સુધી સત્ત્વનું ઊર્ધીકરણ ન થાય પણ અધોગમન જ થાય. બીજાને સમજાવવાની શક્તિ હોય તો બીજામાં સત્ત્વનું પ્રગટીકરણ કરી શકાય. પરંતુ જાતમાં સત્ત્વનો પ્રાદુર્ભાવ કરવા માટે તો જાતને જ સમજાવવાની કળાને આત્મસાતુ. કરવી રહી.
વાસ્તવમાં વાસનાના આવેગમાં આકુળતા-વ્યાકુળતા છે. આકુળતા એ જ અસ્વસ્થતા છે, દુઃખ છે, રીબામણ છે, માનસિક ભારબોજ છે. ચિત્તની વિહ્વળતા એ અસમાધિની જાહેરાત છે. સુખ બહારમાં નથી, અંદરમાં છે, આત્મામાં જ છે. સ્વાનુભૂતિમાં જ આનંદ છે. વાસના તો એક જાતની આસક્તિ છે, બંધન છે, માગણી છે, અતૃતિ
(૨૯૪.