________________
છે, લત છે, લપ છે, તલપ છે. વાસના માત્ર મનને બહેકાવે છે, રખડાવે છે, રઝડાવે છે, ઉન્માર્ગે લઈ જાય છે. વાસના કેવળ વેદનાવ્યામોહ-સંમોહ પેદા કરે છે. વાસનામાં કેવળ વિચારવાયુના તોફાન છે, આક્રમકતા છે, લાચારી છે, પરાધીનતા છે, ખેંચાણ છે, ખેંચતાણ છે, ગુલામી છે, ભીખારીપણું છે, પશુતા છે. આ જાતની સમજણ જ્યારે હાર્દિક બને, અનુભવના સ્તરે વિવેકદષ્ટિથી સ્વૈચ્છિક રીતે સ્વીકારાય ત્યારે જ વાસનામાં સુખબુદ્ધિ સ્વરૂપ ગેરસમજની કોથળી ફૂટે. અસ્વસ્થતા કે આકુળતા એ આનંદ ન કહેવાય અને વાસનામાં આકુળતા હોય જ; અસ્વસ્થતા પણ ભળેલી જ હોય. પછી વાસનાને સુખ કઈ રીતે કહી શકાય ?
સર્પના મોઢામાં અમૃતનો વાસ ન હોય તેમ વિજાતીયમાં કદાપિ સુખનો વાસ હોય નહિ. વિષ્ટામાં કયારેય પવિત્રતા હોય નહિ, વિજાતીયમાં કદાપિ સુખદાયકતા હોય નહિ' - આવી અનુપ્રેક્ષા અવાર-નવાર વિવેકદષ્ટિથી મધ્યસ્થભાવે કરતાં કરતાં “વાસનાના આવેગમાં થતી આનંદની લાગણી એ ભ્રાંતિ છે, કર્મોદયજન્ય ગલત ભ્રમણા છે'- આવી સમજણ પરિપકવ બનતી જાય છે. આવી વાસ્તવિકતાનો હાર્દિક સ્વીકાર થાય પછી જ તાત્ત્વિક પ્રવૃત્તિ આવે. સમ્યગદર્શન વિના ભાવ ચરિત્ર કેવી રીતે હોય ? પરિપક્વ હાર્દિક સમજણ-સ્વીકાર-સમ્યફ આચરણ આવે પછી જ સ્વાનુભૂતિ થાય. પછી અનુભવના સ્તરે ખરેખર વાસના એક જાતની અકળામણગુંગણામણ લાગવા માંડે. પછી વાસનાથી સહજ રીતે છૂટકારો મળે છે. પરંતુ ગેરસમજની કોથળીમાં જ્યાં સુધી શાસ્ત્રનો સંગ્રહ કરીએ ત્યાં સુધી તો તેવા શાસ્ત્ર-વચનોથી વાસનામુક્તિ મળવી અશક્યપ્રાય જ છે.
શાસ્ત્રો જેને ઝેર કહે તેને આપણે અંતરથી અમૃત માનતા હોઈએ ત્યાં સુધી તેને છોડવાની રુચિ, બુદ્ધિ કે પુરુષાર્થ પાંગળા જ બને ને ! માટે ગેરસમજની કોથળીમાં કોઈપણ શાસ્ત્રને બંધીયાર
૧૨૯૫
૨૯૫