SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કરી દેવાની ભૂલ આપણાથી થઈ ન જાય તેની સાવધાની રાખીએ તો જ શાસ્ત્રો આપણા ઉપર પારમાર્થિક ઉપકાર કરી શકે. જ્યાં સુધી શાસ્ત્ર અને આપણો જાત અનુભવ- આ બન્નેના અભિપ્રાય વિરુદ્ધ આવે ત્યાં સુધી શાસ્ત્રનો પરમાર્થ પરિણમાવવાનું લોકોત્તર સૌભાગ્ય આપણે પામી ન શકીએ. અંતે જીત તો આપણા અનુભવની જ થાય છે. માટે આપણા અનુભવને શાસ્ત્રમુજબ ઘડવા પ્રયત્નશીલ રહીએ એવી પરમાત્માને પાવન પ્રાર્થના. • લખી રાખો ડાયરીમાં... ખાનદાન સંયમી બીજાને માન આપે; માન માગે નહિ. સામેની વ્યક્તિ છદ્મસ્થ છે. માટે તેની ભૂલ દેખાય છે- એ આપણી ભ્રમણા છે. સામેની વ્યક્તિમાં ભૂલ દેખાય છે. માટે આપણે છદ્મસ્થ છીએ આ પારમાર્થિક સત્ય છે. · ૨૯૬
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy