________________
(૨)
ગુરુ બનતાં પહેલાં.... તમારા ગુરુદેવશ્રીની લોકોત્તર ઉદારતાના પ્રભાવે તમને સંપ્રાપ્ત થયેલ ગુરુપદના શ્રવણથી ખૂબ આનંદ થયો. તમારા ગુરુદેવશ્રીની ઉદારતા અને તમને ગુરુ તરીકે સ્વીકારવાની તમારા શિષ્યની તૈયારી તથા સંચિત પુણ્યના ઉદયે ગુરુપદ ઉપર વ્યવહારમાં સરળતાથી આરૂઢ થઈ જવાયું છે. પરંતુ હૃદયમાં ગુરુતત્ત્વને પ્રતિષ્ઠિત કરવું, પ્રગટ કરવું એ ભગીરથ પુરુષાર્થનું કાર્ય છે. હૃદયમાં ગુરુતત્ત્વ નિષ્પન્ન ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક દૃષ્ટિએ સફળ સમારાધક ગુરુ બનવું દુષ્કર છે. તે માટે(૧) મોક્ષમાર્ગનો માત્ર શાબ્દિક નહિ પણ અનુભવના સ્તરે બોધ
જોઈએ. શિષ્યની ભૂમિકા ઓળખી તેને મોક્ષમાર્ગે આગળ વધારવાની કનેહ જોઈએ. શિષ્યની ભૂલને ભૂલી જવાની, ગળી જવાની ઉદારતા અને ગંભીરતા જોઈએ. વ્યક્તિગત સ્વાર્થને શિષ્યના માધ્યમથી સાધી લેવાની વૃત્તિ
ન જોઈએ. (૫) શિષ્યને ગ્રહણશિક્ષા-આસેવન શિક્ષા આપવા માટે સમયનો
ભોગ દેવાની તૈયારી જોઈએ. માંદગી વગેરે અવસરે શિષ્યની જાતે સેવા કરવાની પણ ભાવના જોઈએ. વાત્સલ્ય, વાચના, હિતશિક્ષા વગેરે માધ્યમથી શિષ્યના
માનસિક દોષનું પ્રકટીકરણ-શુદ્ધિકરણ કરાવવાની કળા જોઈએ. (૮) વાત્સલ્યસભર સ્વભાવ જોઈએ.
સેવા ન કરતા શિષ્યને મેણા-ટોણા મારવાની વૃત્તિ રવાના થવી જોઈએ.
~-૨૯૭ –
(૪)
(૬)