________________
(૧૦) જાણી-જોઈને પ્રમાદ-ભૂલ કરતા શિષ્ય ઉપર કડકાઈ કરવાની હિંમત જોઈએ.
(૧૧) દાદાગુરુદેવ પ્રત્યે ગુરુનો સમર્પણભાવ-ભક્તિભાવ શિષ્યને દેખાવો જોઈએ.
(૧૨) શિષ્યની ઉપબૃહણા, સ્થિરીકરણ કરવાનું લક્ષ જોઈએ. (૧૩) નાની-નાની ભૂલો બદલ જાહેરમાં ઠપકો આપવાના
બદલે વાચના કે હિતશિક્ષા વગેરેના માધ્યમથી નાની-નાની બાબત અંગે શિષ્યમાં ચોકસાઈ કેળવવા પ્રયત્નશીલ બનવું પડે.
(૧૪) અનેક શિષ્યો થાય ત્યારે પક્ષપાત થઈ ન જાય તેની સાવધાની કેળવવી પડે.
(૧૫) પરાવલંબી કે શિષ્યના ઓશિયાળા જીવનનો ત્યાગ કરવાનું સત્ત્વ જોઈએ.
(૧૬) શિષ્યને સારો આદર્શ આપવા માટે પણ તપ-ત્યાગસ્વાધ્યાય-વૈયાવચ્ચ-અપ્રમત્તતા આદિ ગુણોને, આચારોને આત્મસાત્ કરવા પડે.
(૭) જાહેરમાં શિષ્યની પ્રશંસા કે ખુશામત ન કરવી. (૧૮) ઠઠ્ઠા-મશ્કરીભર્યા વ્યવહારને દેશનિકાલ આપવો પડે. (૧૯) નિંદા-પારકીપંચાત વગેરે દોષોને પોતાના જીવનમાંથી પણ કાઢવા પડે.
(૨૦) ૨સગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવને તિલાંજલિ દેવી પડે. (૨૧) સ્વપ્રશંસા. જાતપ્રભાવના, બિનજરૂરી બાહ્ય પ્રવૃત્તિઓ, સંગ્રહવૃત્તિ વગેરે રવાના કરવી પડે.
(૨૨) દીક્ષા પહેલાં શિષ્ય પાછળ સમય ફાળવવાની તૈયારી અને દીક્ષા પછી તેના પ્રત્યે બેદરકારી- આવો બેઢંગો વ્યવહાર ન જોઈએ.
(૨૩) શિષ્યપ્રલોભન ન જોઈએ.
૨૯૮