________________
ઉપરાંત (૭) વિશુદ્ધ ક્રિયાયોગને અને (૮) વ્યવહારનયને આત્મસાત્ કરવામાં પ્રતિબંધક છે. અને વ્યવહારનય પરિણમે નહિ ત્યાં સુધી (૯) નિશ્ચયનયને સમજવાની, તેને પરિણમાવવાની યોગ્યતા ન આવે અને ત્યાં સુધી મોક્ષમાર્ગે આગળ વધી ન શકાય. માટે સુખશીલપણું તો સંયમજીવનમાં ન જ ચાલે. (૧૦) સુખશીલ વ્યક્તિ પ્રચ્છન્ન સંસારી છે, પ્રચ્છન્ન ભોગી છે. (૧૧) સુખશીલતા રોગનું આમંત્રણ છે. (૧૨) બીજાની સેવા લઈને પુણ્યને ખતમ કરવાનું કામ સુખશીલ
કરે છે. (૧૩) તે કિલ્બિષિક નામકર્મ બાંધે છે. (૧૪) આભિયોગિકપણું બાંધવાનું પાપ તે કરે છે. (૧૫) નિષ્કારણ સેવા લેવાથી સંયમીની આશાતના કરવાનું
નુકસાન સુખશીલ વ્યક્તિ ઊભું કરે છે. (૧૬) પ્રાયઃ મનની સ્થિરતા પણ સુખશીલને ન હોય,
સુખશીલ બધે જ સુખશીલ હોય. કષ્ટસાધ્ય કામથી તે
ગભરાય. (૧૮) કાયાનો પરિશ્રમ તો ન ગમે પણ માનસિક પરિશ્રમ પણ
તેને ન ગમે. (૧૯) તાત્ત્વિક અનુપ્રેક્ષા, ધ્યાન, શાસ્ત્રીય પદાર્થોનું ચિંતન વગેરે
કરવામાં પણ તેને પ્રાયઃ કંટાળો જ આવે. (૨૦) સુખશીલતા વિષયસેવનનું તીવ્ર આકર્ષણ પેદા કરી સંયમભ્રષ્ટ
પણ કરે. (૨૧) સુખશીલ કોઈને પ્રિય ન બને. (૨૨) સુખશીલને અપવાદની વાતો સાંભળવી અને આચરવી
ખૂબ ગમે. (૨૩) આભાસિક નિશ્ચયનયમાં સુખશીલ વ્યક્તિ અટવાય છે.
(૧૭)
-૧૮૫E