________________
કારણ કે ‘આપણે છકાયના વિરાધક છીએ, સંસારરૂપી જેલના કેદી છીએ' આવી બુદ્ધિ હતી. હવે તો આપણે આપણી જાતને પૂજ્ય, જગતપૂજ્ય માની બેઠા. એટલે પ્રશંસા શ્રવણની ભૂખ એકદમ વધી ગઈ. બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવવાથી સુખશીલતા વધી ગઈ. સંસારીપણે અન્ય સંયમીમાં પૂજ્યત્વ બુદ્ધિ હતી. તેથી સંયમીની સેવામાં આનંદ આવતો. એટલે સુખશીલતા ભાગી જતી. હવે સહવર્તી સંયમીમાં પૂજ્યત્વબુદ્ધિ ઘટી, કારણ કે જાતમાં પૂજ્યતા માની. એનાથી વૈયાવચ્ચનો ઉલ્લાસ તૂટે અને સુખશીલતા આવે. માટે ચાર વિષયસેવનથી ખૂબ સાવધાન બની મોક્ષમાર્ગે આગળ વધજો.
વળી વિશેષ વિચારવા જેવી વાત એ છે કે તે ચારેય બાબત મહત્ત્વના આત્મગુણને યોગસાધનાને અટકાવે છે. (i) ખાવાની રુચિ એ તપની રુચિને મંદ કરે છે, પ્રવૃત્તિને તોડે છે. (IT) ઊંઘની રુચિ એ આળસ પેદા કરી સ્વાધ્યાયની, જાપની રુચિને-પ્રવૃત્તિને ઘટાડે છે. સમ્યગ્દર્શનથી પણ ભ્રષ્ટ કરે, જો એ તીવ્ર બને તો.
–
(III) સ્વપ્રશંસાની ભૂખ વિનયને અને વિનમ્રતાને તોડે છે, અહંકારને પેદા કરે છે, બીજાની ઈર્ષ્યા કરાવે છે.
(I) સુખશીલતા તો (૧) વૈયાવચ્ચ, (૨) વિનય, (૩) માંડલીનું કામ, (૪) વિધિપાલનનો ઉત્સાહ, (૫) અપ્રમત્તતા, (૬) નિર્દોષ ગોચરીચર્યામાં અવરોધ કરે છે.
ઉત્તરોત્તર ક્રમથી આ ચારેય વધુ ભયંકર છે; નુકસાનકારી છે. ખાવા કરતાં ઊંઘ, ઊંઘ કરતા સ્વપ્રશંસાશ્રવણની ભૂખ, તેના કરતાં સુખશીલતા વધુ અહિતકારી છે. સૌથી વધુ નુકસાનકારક તત્ત્વ સુખશીલતા છે. સ્વપ્રશંસાની ભૂખવાળો હજુ સાધના કરશે. પરંતુ સુખશીલને તો કોઈ પણ યોગમાં આરાધનાનો ઉત્સાહ જ ન પ્રગટે. સુખશીલતાસ્વરૂપ હરામહાડકાપણું ઉપરના છ દોષ
૧૮૪