________________
જાણવી. જો તેની ઈચ્છા ન હોય તો તે (૧) કચવાઈને કામ કરે અથવા (૨) જેમ તેમ કામ કરે અથવા (૩) દ્વેષ-દુર્ભાવથી કામ કરે. આમાં કામ કરનાર અને કામ કરાવનાર બન્ને વિરાધક બને. માટે કામ સોંપવું હોય તો પણ કોને સોંપવું અને કોને ન સોંપવું? તેનો વિવેક રાખવો. પ્રશ્ન :- કામ કરવા માટે અનેક વ્યક્તિનો ઉત્સાહ હોય તો કામ કોને ભળાવવું ?
જવાબ :- જે કામ કરવામાં કુશળ હોવા છતાં કામમાં ભૂલ થાય તો ઠપકો આપવા છતાં જેને મનમાં ઉદ્વેગ ન થાય - કામનો પસ્તાવો ન થાય તેવાને કામ આપવું. પાણી પહેલા પાળ બાંધવી.
પરંતુ આપણે બીજાનું કામ કરતી વખતે સ્ખલના = ભૂલ ન થાય તે રીતે કામ કરવું. આપણી ભૂલ બદલ કોઈ ઠપકો આપે તો પ્રેમથી તે સહન કરવો. તો વૈયાવચ્ચનો - સેવાનો યોગ સાધી શકાય. આ કામ અઘરું છે. માટે જ ભર્તૃહરિએ પણ નીતિશતકમાં કહેલ છે કે – “સેવાધર્મ: પરમાદનો યોગિનામપ્યામ્ય (૧૮) '
સેવા કરવી હોય તો (૧) તે માટે સમય કાઢવાનો. (૨) આપણને ઠપકો સાંભળવાનો આવે ત્યારે માન કષાય ન રાખવો. અથવા હોય તો પણ ઘસાયેલો હોય તો સમાધિ ટકે. બાકી ન ટકે. માટે સાવધાની રાખવાની કે જો ઠપકામાં પ્રસન્નતા નહિ રાખું તો બીજી વાર મને લાભ લેવાનું મન નહિ થાય અથવા લાભ નહિ મળે.
ભૂલ કરવાને લીધે ઠપકો મળે અને મન બગડે તો બીજી વાર કામ ન મળે ત્યારે “સારું થયું” એમ વિચારે તો (૧) મિથ્યાબુદ્ધિથી મિથ્યાત્વ ચોટે, (૨) ભગવાનનો માર્ગ મળે નહિ, (૩) વ્યવહારથી મળેલો ભગવાનનો માર્ગ નિષ્ફળ જાય. આમ નુકસાનોને નજર સામે રાખી સતત સ્વસ્થ મનથી વિચારણા કરવી.
આમ આપણે સદકરો નામનું ૧૬મું અસમાધિનું સ્થાન ચાર પ્રકારે વિચાર્યુંઃ-(૧) ઝઘડો થાય તેવા અવાજે બોલે. (૨) સાંજે મોટેથી બોલે. (૩) સવારે મોટેથી બોલે. (૪) ગૃહસ્થની ભાષામાં બોલે.
૪૯૩