________________
પાપો કરે તે આપણા માથે આવે. સવારે પ્રતિક્રમણ મોટેથી બોલીને કરીએ તો ગ્લાનાદિ સાધુને નિદ્રામાં ખલેલ થાય. જીવજંતુ જાગે વગેરે કારણે બીજાને અસમાધિ થવાની શક્યતા છે. માટે સવારનો સ્વાધ્યાય અત્યંત મંદ અવાજે કરવાનો છે.
(૪) ગૃહસ્થની ભાષામાં ન બોલવું :- “આવો “બેસો' એમ આપણા કહેવાથી કીડી વગેરે પર ગૃહસ્થ બેસે અને જીવહિંસા થાય તો તે પાપ આપણને લાગે. “ચાર દિવસથી દેખાયા કેમ નહિ?..” વગેરે ભાષા કે આજ્ઞાપની ભાષા સાધુ ન વાપરે.
તપસ્વીશિરોમણિ શ્રી મણિપ્રભવિજયજી મહારાજે એક શ્રાવકને પૂછ્યું “ક્યાં જાવ છો?” “ઘર” – “વચ્ચે ટપાલનો ડબ્બો આવે છે?” “હા, કેમ?” “એક કાગળ પોસ્ટ કરવો હતો પણ જો રસ્તામાં ડબ્બો ન આવતો હોય તો નથી આપવો. ખોટી વિરાધના થાય” આમ એક કાગળ પોસ્ટ કરવા માટે પણ શ્રાવકની અનુકૂળતા-ઈચ્છા-by the way Post-Office આવે કે નહિ? તે બધી તપાસ કરવાની છે. ગૃહસ્થને સીધે સીધું આજ્ઞાની ભાષામાં ન કહેવાય કે “આ કાગળ પોસ્ટ કરી દેજો.”
જો અન્ય સાધુ પોતાને થયેલી આજ્ઞા પાળે તો આજ્ઞા કરનાર સાધુને હિંસાદિ અતિચાર લાગવાના નથી. પણ ગૃહસ્થ સાધુની આજ્ઞા પ્રમાણે કરે એમાં તેના દ્વારા હિંસા અને અજયણા થાય તેનું પાપ સાધુને લાગે. છતાં સાધુ અન્ય સાધુને પણ આજ્ઞા ન કરે તો પછી ગૃહસ્થને તો સાધુ આજ્ઞા ક્યાંથી આજ્ઞા કરે ? સાધુ બીજા સાધુને આજ્ઞા ન કરી શકે. કારણ કે પોતાનો તેમાં અધિકાર નથી. પણ કોઈક કામ હોય તો ઈચ્છાકાર સામાચારી પાળવાની છે. ગૃહસ્થ જેવી ભાષા તે સાવદ્ય છે અને આજ્ઞાપની ભાષા પ્રાયઃ સાવદ્યસ્વરૂપ છે. માટે હુકમની ભાષામાં સાધુ સાથે કે શ્રાવક સાથે વાત ન કરાય.
કોઈ પણ કામ (A) આપણાથી શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું. (B) કદાચ આપણી આવડતના અભાવે, સમયના અભાવે કે બીજી કોઈ આરાધનાના કારણે કોઈકને કામ ભળાવીએ તો તેની ઈચ્છા
૪૯૨