________________
સ્વાધ્યાય ઘોષપૂર્વક કરવાનું જણાવેલ છે. પણ તે ઘોષ એવો હોય કે (A) જેનાથી બીજાને પોતાની પ્રવૃત્તિમાં વિઘ્ન ન પડે, સ્વાધ્યાયમાં ખલેલ ન થાય. (B) કોઈક સ્વાધ્યાય કરે છે એટલો બીજાને ખ્યાલ માત્ર આવે તેટલો આપણો અવાજ નીકળવો જોઈએ. (C) આખો ઉપાશ્રય ગજાવવાનો નહિ. (D) અવાજ મધુર, મંદ અને મૃદુ હોય. કર્કશ અવાજે અને ઘાંટા પાડીને બોલાય નહિ કે જેથી બહારનાને એવું લાગે કે અંદર કોઈક ઝઘડો કરી રહ્યું છે. (E) કોઈને આપણો અવાજ ત્રાસરૂપ બને તેવું તો ન જ ચાલે. આપણામાં વિવેક હોય તો આપણને જાતે જ ખ્યાલ આવે કે આપણો અવાજ કેવો છે? કોઈએ આપણને કહેવાની જરૂર ન પડે. જો ભણવાનું ચાલતું હોય તો ભણનાર અને ભણાવનાર પરસ્પર સાંભળી શકે એટલો જ મોટો અવાજ હોય. વાચના આપતી વખતે અવાજ એવો કાઢીએ કે આવેલા બધાને સંભળાય. તેના બદલે પાઠ આપનાર જો વધુ મોટેથી બોલે તો (1) પોતાની શક્તિનો દુર્વ્યય થાય અને (I) પાઠ ન લેનારા બીજાને અંતરાય થાય. આમ બે રીતે અસમાધિ થાય.
પ્રશ્ન :- પણ કોઈ ત્રીજાને નવું જાણવા મળે ને!
જવાબ :- જો ત્રીજાને જાણવું હોય તો રજા લઈને વિનયથી પાઠમાં ભલે બેસે. પણ બીજાને પોતાનો યોગ સાધવામાં અંતરાય થાય તેવી રીતે આપણે ન બોલવું.
જો ધ્યાનયોગના અંતરાય ન બાંધ્યા હોય તો પોતે રાતના ૧૨ થી ૩ કલાક સુધી જાગીને ધ્યાન કરે અને છતાં પોતાની દિવસની આરાધનામાં વિક્ષેપ પણ ન થાય. જો અંતરાય બાંધ્યા હોય તો ધ્યાનમાં રહેવાય જ નહિ, આલંબનમાં ચિત્ત લાગે જ નહિ. કાંઈક ને કાંઈક disturbance આવ્યા જ કરે. | (૩) વેરિયં :- વહેલી સવારે પણ મોટેથી ન બોલાય. કારણ કે તેને લીધે ગરોળી, કબૂતર વગેરે જાગી જવાની શક્યતા છે. તથા ગૃહસ્થ પણ જાગી જાય. તથા જાગ્યા બાદ તેઓ જે હિંસા વગેરે
-- --૪૯૧}