________________
સોળણું અક્ષણાધિસ્થાન ચાર પ્રકારે
૧૬મું અસમાધિસ્થાન છે - સરો’ બિનજરૂરી અવાજ/ઘોંઘાટ કરવો તે પણ અસમાધિનું એક સ્થાન છે. તે આ રીતે- (૧) ૩ સંવડવોનં રે અર્થાત્ ઝઘડાની ભાષામાં કર્કશ વાણીમાં બોલવું. ઝઘડો થાય તેવી વાણીથી, સંઘર્ષ કરાવનારા શબ્દો બોલવાથી સ્વ-પરને અસમાધિ થાય છે.
(૨) સાંજના સમયે મોટા શબ્દોથી બોલે તે પણ અસમાધિદાયક છે. સામાન્યથી સાંજનો સમય એટલે ઉપાસનાનો સમય ગણાય. ધ્યાન કે મંત્રનો જાપ કરનારા એવા મહાત્માઓને આપણા મોટા અવાજથી ત્યારે ખલેલ પહોંચે. તેથી અસમાધિ ઉભી થાય. તેનાથી આપણને જાપ વગેરે આરાધનાના અંતરાય બંધાય. ભવિષ્યમાં આપણે, કમરનો દુઃખાવો થવાના કારણે, લાંબો સમય જાપ કરવા બેસી ન શકીએ એવું પણ બને. કર્મસત્તા નબળું શરીર આપે કે જેથી જાપ સાથે જરૂરી વિધિ પ્રમાણે તપ પણ કરી ન શકીએ. અથવા પોતાનું શરીર નિરોગી અને સશક્ત હોય પણ પોતાને મંત્ર આપનાર જ કોઈ ન મળે. આમ એક બાજુ પોતાની જાપ કરવાની શક્તિ ખલાસ થાય અને બીજી બાજુ જાપના બાંધેલા અંતરાયને કારણે બાહ્ય સામગ્રી પણ ન મળે. તેથી અસમાધિ ઉત્પન્ન થાય.
આજે કોઈકને કરેલી ખલેલથી બંધાયેલ કર્મ બે-પાંચ-પંદર ભવે પણ આપણને નડે. વહેલી તકે ક્ષપકશ્રેણી માંડવા માટે પ્રાયઃ ૨૪ કલાક ધર્મધ્યાન જરૂરી છે. કોઈકને અસમાધિ કરવાને કારણે આપણને ભવિષ્યમાં અસમાધિ થાય તો ક્ષપકશ્રેણિ સુધી પહોંચાય શી રીતે? સાંજનો સમય સામાન્યથી સ્વાધ્યાય માટે નથી પણ જાપ-ધ્યાનપ્રાર્થના-પ્રતિક્રમણ વગેરે માટે છે. તે સમયે મોટો અવાજ કરવાથી આ યોગોના અંતરાય બંધાય. १. सदं करेइ असंखडबोलं करेइ विगालेवि महया सद्देण उ वएइ वेरत्तियं वा गारत्थियं भासं भासइ । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति ।
४८०