________________
ક્ષારનું અક્ષણાધિસ્થાન : મોક્ષમાર્ગમાં પર્વત
વજનદાર (૧) હાથે કરીને ઝઘડો થાય તેવું પોતે કરે. (૨) એવું કરે છે જેથી વાતાવરણ ડહોળાય, દ્વેષ થાય, ગુસ્સો આવે.
જોગમાં સંઘટ્ટાની વિધિ ચાલતી હોય અને દાંડો થાપે ત્યારે મશ્કરી કરીએ તો જોગીની ભૂલ થાય અને ઝઘડો થાય, અપશબ્દો બોલવાના થાય. જોગી અપશબ્દો બોલે તેની ફરિયાદ ગુરુને કરે પણ પોતે સળી કરી તે ન કહે. ભાર સામેનાના અપશબ્દો પર આપે, પોતાની ભૂલ ન જુવે. “તે સમયે મેં તો સામાન્ય મશ્કરી કરી હતી. તેમાં આટલો ગુસ્સો !” એમ વિચારવાના બદલે “મેં સળી ન કરી હોત તો તેને દ્વેષ ન થાત” એવું વિચારવું. બાકી હસવામાંથી ખસવું થાય. જ્યારે‘ઝઘડો કરે” એમ નહિ પણ એવું કરે જેથી ઝઘડો થાય - ત્યારે હસવામાંથી ખસવું થાય.
સૌ પ્રથમ તો મશ્કરી કરાય જ નહિ. છતાં મશ્કરી કરીએ અને સામેવાળો તમાચો મારે તો પણ ફરિયાદ ન કરવી. પણ મશ્કરીમાંથી ઝઘડો-ફરિયાદ અને વૈષ તે તો ભગવાનની આજ્ઞાથી ઘણે દૂર લઈ જાય. માટે જાગૃતિ રાખવી કે – “ભગવાન મને શું કહેવા માગે છે? હું શું કરું જેથી ભગવાનના શાસનમાં ટકું ?' આવી ભૂખ ન હોય તો શાસ્ત્રો વાંચવા છતાં ભારેકર્મીપણું રહે. કારણ કે જિનવાણીનું આત્માના સ્તરે પરિણમન તો નથી જ, કાયિક આચરણ પણ નથી યથાર્થ શ્રદ્ધાન પણ નથી. આ સમયે માનવું પડે કે આપણે સાડા નવ પૂર્વ ભણનારા અભવ્યની track પકડી છે. સમિતિ-ગુણિવાળા નિખાલસ સ્વભાવી માપતુષ મુનિની track નથી પકડી.
સામેનાની ભૂલને છ મહિના પછી પણ યાદ રાખે, ભૂલો સંઘરી १. कलहकरेत्ति अप्पणा कलहं करेइ, तं करेइ जेण कलहो भवइ ।
४८४