________________
રાખે, “ગુરુ મહેણા-ટોણો મારે છે” એમ વિચારે તે સંયમજીવન હારી જાય. તેના બદલે “ગુરુદેવ મારા ઉપકારી છે. તેથી મારી ભૂલ સુધારી” એમ વિચારે તો તરી જાય. નેગેટિવ દષ્ટિથી વિચારે તેને પોઝીટિવ એવો શાતા-સમાધિનો માર્ગ ન મળે. માટે સતત ભણીએ અને ભણીને જીવનમાં ઉતારીએ. અનાજના દાણા નાખવા છતાં પર્વત પર વરસાદ પડે તો કદાચ ઘાંસ પણ ચોતરફ ન ઉગે અને પોચી કાળી માટીમાં પાણી ઉતરે તો અનાજ પણ ઉગ્યા વિના ન રહે. - જિનવાણી પાણી સમાન છે. આપણું હૈયું તે કાળી માટીનું ખેતર છે કે પર્વતશિલા કે રણભૂમિ છે? તે પ્રશ્ન છે. વળી, પાણી બીજવાળા ખેતરમાં પડે છે કે બીજ વગરના ખેતરમાં? તેની પણ જાગૃતિ રાખવી. ભણતા ભણતા શાસ્ત્ર-શાસ્ત્રકાર-ભણાવનાર પર બહુમાન હોય તો સમજવું કે બીજવાળી જમીનમાં પાણી પડે છે. નહિ તો બીજ વિનાની માટીમાં પાણી પડે છે તેમ માનવું પડે. વરસાદ જેટલો જરૂરી છે, તેટલી જ બીજની વાવણી પણ જરૂરી છે. ઉપર ઉપરના ગુણસ્થાનકોના અધ્યવસાયો જાગૃત થાય, સંયમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ મંડાય તો સમજવું કે પાક થયો. કેવળ દેવલોક વગેરે બાહ્ય રિદ્ધિ મળે તો “ઘાસ ઉગ્યું' એમ માનવું પડે.
એક પણ શાસ્ત્ર પરિણમે તો તેના આધારે બીજા પાંચ-પંદર શાસ્ત્ર જાતે ભણવાની, પંક્તિ-પદાર્થ બેસાડવાની, પરમાર્થને પરખવાની અને પરિણાવવાની શક્તિ ખીલે. બાકી બીજા શાસ્ત્રમાં રહેલો શ્લોક પણ બેસાડતા ન આવડે, વારંવાર ઉપયોગી હોય તેવો મહત્ત્વનો શ્લોક આવે ત્યારે ઊંઘ-ઝોલા આવે. જો પરિણતિ નિર્મળ અને કોમળ હોય તો “આ નોંધવા લાયક છે...” વગેરેનો ક્ષયોપશમ ઉગે, પારમાર્થિક વસ્તુ ઝડપાય, વસ્તુ જીવનમાં ઉગે અને તે જરૂર વખતે કામ લાગે. પરિણતિ ન હોય તો ભણે અને ભૂલે. પાના ફેરવે પણ સંસ્કાર ન પડે.
આંતરિક પરિણામ- જેવા કે જ્ઞાનીનો વિનય, વિદ્યાગુરુની ભક્તિ, ગુરુદેવ પ્રત્યે સમર્પણ, સંયમજીવનમાં મર્યાદાપાલનની રુચિ, શાસનની
૪૯૫