________________
છે. હકીકતમાં તો પ્રાણના ભોગે પણ તમામ ગુર્વાજ્ઞાને પ્રસન્નતાથી પાળવાની તૈયારી હોય તે જ શિષ્ય થવાને લાયક છે.
ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા + સંપૂર્ણ સમર્પણ + પ્રામાણિકપણે આજ્ઞાપાલન = ઉત્તમ શિષ્યવ. આવું શિષ્યપણું પ્રગટ થાય તો જ ભવાંતરમાં સદ્દગુરુ અને સંયમનો સંયોગ સંપ્રાપ્ત થાય. ગુરુના ઠપકાને પ્રસન્નતાથી ઝીલીએ તો આત્મશુદ્ધિ વધે. ગુરુની તમામ પ્રેરણાને પ્રસન્નતાથી ઝીલીએ તો જ વિશુદ્ધ પુણ્યવૃદ્ધિ થાય. આ હકીકત સતત નજર સામે રાખીને ગુરુની પ્રેરણાસ્વરૂપ અનુગ્રહકૃપા અને ઠપકા સ્વરૂપ નિગ્રહકૃપાને ઝીલીએ તો મોક્ષ બહુ દૂર નથી.
- લખી રાખો ડાયરીમાં...)
ગુરુ ઠપકો આપે ત્યારે બચાવ, દલીલ, ખુલાસો, કારણની રજૂઆત કે બોલાચાલી કરવી તે સંયમજીવનની અપાત્રતાને સૂચવે છે. જીભનો ગુલામ સંયમનો સાચો આનંદ અનુભવે
નહિ.
સ્વપ્રશંસા જગમે તેઓ સોનેરી ઈતિહાસ સર્જી શકતા નથી.
જિનવચનપાલન સંયમજીવનમાં અશક્ય નથી, કદાચ અઘરું હોઈ શકે. પણ પ્રમાદ-બેદરકારીસુખશીલતાના લીધે આગળ જતાં “અઘરું જ “અશક્ય બની જાય છે.
૩૩૫