________________
૧૪ કોષસ્થાનકને પરહર્સ
બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન એ સંયમજીવનમાં ઘણી અગત્યની બાબત છે. આપણને વિજાતીયનું આકર્ષણ ન થાય તે માટે તપ, ત્યાગ, વૈયાવચ્ચ, વિહાર-ભિક્ષાટન આદિ શ્રમ તથા કાયોત્સર્ગ, સ્વાધ્યાય વગેરે આરાધના શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવી છે. તથા વિજાતીયને આપણું આકર્ષણ ન થાય તે માટે લોચ, અસ્નાન, મલધારણ, અદંતધાવન, જીર્ણ-શીર્ણ-શ્વેત પણ મેલા વસ્ત્રનું પરિધાન, ખુલ્લા પગે વિહાર, સુગંધી દ્રવ્યના વપરાશનો ત્યાગ, ઈસ્ત્રી કરેલ કપડાનો ત્યાગ, પાવડર વગેરેની વિભૂષાનો ત્યાગ વગેરે આચારો શાસ્ત્રજ્ઞ ભગવંતે જણાવેલ છે.
બ્રહ્મચર્ય બાધિત ન થાય તે રીતે જ બાકીના મહાવ્રત પાળવાના છે. બીજા વ્રતોમાં અપવાદ છે, કારણ કે રાગ-દ્વેષ વિના તેનું સેવન શક્ય છે. બ્રહ્મચર્ય નિરપવાદ છે. કારણ કે અબ્રહ્મસેવન રાગાદિ વિના અશક્ય છે. માટે જ કહેલ છે કે ન ય વિષિ अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मोत्तुं मेहुणभावं, न વિળા તંરાયોમે॥િ” બ્રહ્મચર્ય નિર્મળ રીતે પાળવા માટે (૧) ખાવામાં અંકુશ રાખવો.
(૨) ઊંઘમાં નિયમન રાખવું.
(૩) નબળા નિમિત્તોથી પોતાની જાતે દૂર રહેવું.
(૪) અબ્રહ્મના વિચારોને અટકાવવાનું સત્ત્વ કેળવવું.
(૫) આંખ ઉપર સંયમ રાખવો.
(૬) વિશિષ્ટ તપ, ત્યાગ, ભિક્ષાટન, વિહાર, લોચ, વૈયાવચ્ચ એવા વગેરે કાયકષ્ટ દ્વારા શરીરનો કસ કાઢવો.
(૭) કાયમ બોલીને સ્વાધ્યાય કરવો.
(૮) નિયમિત રાત્રીસ્વાધ્યાય ઉપર ભાર આપવો. (૯) જ્યાંથી સ્ત્રીનો અવાજ સંભળાય, સ્ત્રીનું મોઢું દેખાય,
339