________________
સ્ત્રીના સૂકવેલા કપડા દેખાય, સ્ત્રીના પોસ્ટરો દેખાય, સ્ત્રીના આભૂષણ દેખાય, સ્ત્રીકથા સંભળાય, સ્ત્રીનું પૂતળું દેખાય તેવા સ્થાનનો સાધુએ સામે ચાલીને ત્યાગ કરવો. બાકી ઓઘાની વફાદારી પણ દફનાઈ જાય.
ગુરુની તમામ આજ્ઞા, ઈચ્છાને પ્રસન્નતાથી પાળવા સ્વરૂપ ગુરુની વફાદારી હોય તે ઉત્તમ ભૂમિકા. યથાશક્તિ શાસ્ત્રાજ્ઞાના પાલન સ્વરૂપ ભગવાનની વફાદારી હોય તે મધ્યમ ભૂમિકા. નિર્મળ બ્રહ્મચર્ય પાલનની તૈયારી અને શાસનહીલના ન થાય તેની તકેદારી સ્વરૂપ ઓવાની વફાદારી હોય તે જઘન્ય ભૂમિકા છે. આવી જઘન્ય ભૂમિકા પણ ન હોય તેના હાથમાં ઓઘો કઈ રીતે શોભે ? નજરની પવિત્રતા જેની પાસે ન હોય તે સંયમી કઈ રીતે બની શકે? દષ્ટિ ચોખ્ખી ન હોય તે સાચો-પાકો સંયમી બને એ શક્ય જ નથી.
શિષ્યવૃન્દ સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે ગુરુ બંધાયેલ છે. માટે તેવા નબળા નિમિત્ત મળતા જ રહેતા હોય તો ઉપાશ્રય, સ્થાન, ગામ વગેરે બદલવા વિનયપૂર્વક ગુરુને જરૂર વિનંતિ કરી શકાય. પણ ગુરુ દ્વારા બાહ્ય નિર્મળ વાતાવરણ મળે તેવી ગોઠવણ થાય પછી પણ મનમાં વિષયનું આકર્ષણ પુષ્ટ કરે જ રાખે તેનામાં સંયમી બનવાની પાત્રતા કઈ રીતે માનવી? જ્યાં સુધી શિષ્ય પોતાની અંતરંગ ફરજનું પાલન ન કરે ત્યાં સુધી ગુરુએ બજાવેલી બાહ્ય ફરજો વિશિષ્ટ ફળ આપી ન શકે. પોતાની જાતનું સ્મરણ થાય, આત્મસ્વભાવનું સંવેદન થાય તેને વિજાતીયનું આકર્ષણ સતાવે નહિ. આ વાત હૃદયમાં લખી રાખવા જેવી છે.
પતનનો ક્રમ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. સૌપ્રથમ (૧) વારંવાર સ્ત્રીનું ઉપાશ્રયમાં આગમન, (૨) દૃષ્ટિમિલન, (૩)
૩૩૭