________________
વાતચીત, (૪) વાસક્ષેપ, (૫) રક્ષાપોટલી દાન, (૬) પરિચય, (૭) વિશ્વાસ, (૮) અંગત વાત, (૯) સ્નેહરાગ, (૧૦) ફુરસતમાં
સ્મરણ, (૧૧) આરાધનાની વ્યક્તિગત પ્રેરણા, (૧૨) વારંવાર તેના ઘરે ગોચરીગમન, (૧૩) કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ, (૧૪) કામરાગની વાત અને (૧૫) અંતે સંયમભ્રષ્ટતા... પ્રાયઃ આ જ ક્રમથી વિજાતીયના પરિચયથી સાધુ નીચે પટકાય છે. વિગઈના ભોજન, દિવસની ઊંઘ, છાપા-પૂર્તિ-સાપ્તાહિક વગેરેમાં આવતા શૃંગારિક દશ્યોનું અવલોકન વગેરે આ આગમાં પેટ્રોલનું કામ કરે છે.
વિષયના આકર્ષણમાંથી જ આગળ જતાં કષાયના ભડકા પ્રગટે છે. જેને વિષયવાસના ન સતાવે તેને કષાય કદી સતાવી ન શકે. કૂવાની છાયા કૂવામાં સમાય તેમ વૈરાગીનો કષાય મનમાં જ સમાઈ જાય, શમી જાય. કેમ કે કાયાના સ્તરે જે દોષ ન લાવીએ તેનું જોર મનમાં ઓછું થવા માંડે. ઝળહળતો વિષયવૈરાગ્ય હોય અને કદાચ તેના જીવનમાં કષાય દેખાય તો તે આભાસિક હોય એટલે કે તે કષાય (૧) અલ્પ રસવાળા હોય, (૨) અલ્પકાલીન હોય, (૩) પ્રાયઃ પ્રશસ્ત હોય.
પ્રશસ્ત કષાય = આંખ લાલ + જીભ ગરમ + હૈયું શીતળ + પરકલ્યાણનો આશય. ઝળહળતો જ્ઞાનગભિત વૈરાગ્ય ન હોય તેણે પોતાના કષાયને પ્રશસ્ત માનીને તેનો આશ્રય ન કરવો. પરંતુ તેણે પોતાના માનેલા પ્રશસ્ત કષાયથી પણ દૂર જ રહેવું.
ઝળહળતો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કષાયને આવવા ન દે, આવે તો પ્રગટ થવા ન દે, પ્રગટ થાય તો ય અશુભકર્મબંધ થવા ન દે, કર્મબંધ થાય તો ય મલિન અનુબંધ તો ન જ પડવા દે. તેથી સંયમજીવનમાં ઉપમિતિ ભવપ્રપંચા કથા, કુવલયમાળા, સંવેગરંગશાળા, વૈરાગ્યરતિ, ભવભાવના વગેરે ગ્રન્થોનો હૃદયસ્પર્શી
--૩૩૮
૩૩૮