________________
અભ્યાસ કરીને વૈરાગ્ય જ્વલંત બનાવ્યા પછી જ ન્યાય, કમ્મપયડી વગેરેનો અભ્યાસ કરવાનો ખ્યાલ રાખવો.
તેમ જ સૌથી મહત્ત્વની વાત એ છે કે આત્માના પરમ નિર્વિકારી સ્વરૂપનો પોતાને અનુભવ ન થાય, આનંદસ્વરૂપનું સંવેદન ન થાય ત્યાં સુધી “સોડહં, “શુદ્ધાત્માડહં’, ‘ચિન્માત્રોડીં આવી ભાવનાના પરિશીલન દ્વારા નિરંતર પોતાની જાતના અનુસંધાનમાં મસ્ત રહેવું. પછી બ્રહ્મચર્ય સરળ, સહજ હશે.
(લખી રાખો ડાયરીમાં...)
વિશ્વમાં જેની સૌથી ઓછી જરૂરિયાત તે સાચો જૈન સાધુ.
સ્વાર્થ માટે ઉપયોગ કરાતા શાસ્ત્રો સ્વશસ્ત્ર બની જાય.
- ૩૩૯ –
૩૩૯