________________
. તો ભાવશક્તિ પ્રગટે, નિશ્ચયનયથી જે સમયે જાગૃતિ જાય તે સમયે સંયમ જાય. રાગ-દ્વેષની ગુલામી ન થવી તે જાગૃતિ. રાગ-દ્વેષને જીતવાનો નિરંતર વિશિષ્ટ પ્રયત્ન તે જ સંયમ. માટે જ ઉપદેશરહસ્ય અને અધ્યાત્મમત પરીક્ષામાં નિચોડરૂપે છેલ્લે બતાવેલ છે કે “જિં તુIT, जह जह रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टियबं एसा ૩માળા નિવાઇ ” (ઉ રહ. ૨૦૧; અ.પ.૧૮૩) અર્થાત “રાગદ્વેષ જલ્દી ઓછા થાય તે રીતે પ્રયત્ન કરો એ જ મુખ્ય જિનાજ્ઞા છે.” કર્મવશ કદાચ કયારેક વ્યક્તરૂપે રાગ-દ્વેષ ઉત્પન્ન થવા સંયમજીવનમાં શક્ય છે. પરંતુ તેને સતત ચાલુ રાખવા કે નહિ ? વધારવા કે ઘટાડવા ? તે આપણા ઉપર નિર્ભર છે. મીઠાઈ ખાવાનું મન થાય, વિજાતીયને જોવાની ઈચ્છા થાય, નિંદા કરવાની પણ ઊભી થાય, પરિગ્રહની અભિલાષા થાય - એ શક્ય છે. પરંતુ તેમાં લજ્જાથી પણ પ્રવૃત્તિ ન કરીએ તો ચારિત્ર ટકે; તો જ રાગ-દ્વેષ ઘટે. માટે જ સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી મહારાજે “એ કારણ લજ્જાદિકે પણ, શીલ ધરે જે પ્રાણીજી, ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી.” આવું જણાવેલ છે. મનની તમામ ખણજ પૂરી કરીએ તો રાગ-દ્વેષ તીવ્ર બને. રાગદ્વેષ તીવ્ર બને તો મારક તત્ત્વની મારકતા ન સમજાય, સમજાય તો પણ તેને છોડવાનું સત્ત્વ ન જાગે, સમજણ પછી પણ આસક્તિ થાય.
આરાધનાના ક્ષેત્રમાંથી બહાર નીકળતાં જ રુચિપૂર્વક રાગ-દ્વેષ ઘેરી વળે તો સમજવું કે ભાવ સંયમ નથી. માટે શાસ્ત્રાભ્યાસ કરતી વખતે નિર્મળ બોધ હોય તેનું બહુ મહત્ત્વ નથી. પરંતુ મીઠાઈ વાપરતી
વખતે બોધ નિર્મળ હોય તે અતિમહત્ત્વનું છે. અધ્યયનકાલીન - બોધની નિર્મલતા એ આપણો પ્રભાવ નથી પરંતુ શાસ્ત્રકારોનો
३४०