________________
પ્રભાવ છે. તથા મીઠાઈના વપરાશ વખતે મલિન થયેલી બુદ્ધિ પુનઃ ધર્મસાધનામાં પ્રવૃત્તિ કરવામાં કંટાળો લાવે. આમ ધર્મારાધનામાં આવતો કંટાળો એ સંસાર પ્રત્યેના પક્ષપાતનું, લાગણીનું, વફાદારીનું જ ફલતઃ સૂચક બને છે.
વળી, સંયમજીવનની સફળતાની મુખ્ય નિશાની છે સહવર્તી પ્રત્યે સહાયક ભાવ. મોટા પ્રત્યે પ્રમોદ ભાવ થવો સરળ છે. પરંતુ નાના-સમકક્ષ પ્રત્યે ઈર્ષ્યા જાગે તો મોટા પ્રત્યેનો પ્રમોદભાવ પણ આભાસિક બની જાય. માનસિક ઈર્ષામાંથી વાચિક નિંદા આવે. તેમાંથી કાયિક સંઘર્ષ-હિંસા-વેરપરંપરા વગેરે પ્રવૃત્તિ ઊભી થાય. ઈર્ષ્યાનું કારણ છે માનસિક અસહિષ્ણુતા. બીજાના ગુણ અને પુણ્યોદય પ્રત્યેની અસહિષ્ણુતા પ્રાયઃ ઈષ્યને જન્માવે. તથા અસહિષ્ણુતા સંકુચિતતામાંથી પ્રગટે છે. પરાયાપણાની બુદ્ધિ સંકુચિતતા પેદા કરે છે. આમ બધાના મૂળમાં સંકુચિત મનોવૃત્તિ રહેલી છે.
ઉદારતા આવે તો સંકુચિતતા જાય. સંકુચિતતા જાય તો માનસિક અસહિષ્ણુતા જાય. અસહિષ્ણુતા રવાના થાય તો ઈર્ષા વિલીન થાય. પછી નિંદા-સંઘર્ષ-હિંસા-વેરપરંપરા વગેરેની શક્યતા જ મટી જાય છે. માટે તે તમામ દોષોથી બચવા માટે નાના કે સમકક્ષને સહાય કરવી, જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવી, તેમના વિકાસને જોઈને રાજી થવું, તેમના ગુણોની પ્રશંસા-ઉપવૃંહણાઅનુમોદના કરવી, તેમની જોડે અધિકારવૃત્તિનો ત્યાગ કરી સંપ કેળવવો. આ રીતે મહેનતુ સ્વભાવની ટેવ પાડીએ તો ઈર્ષ્યા ન થાય. આળસુને પ્રાયઃ ઈષ્ય જલ્દી થાય. ઈર્ષાના લીધે જ સ્વાધ્યાય, સંયમ અને તપની સાધના હોવા છતાં પીઠ-મહાપીઠ પ્રથમ ગુણસ્થાનકે જઈને સ્ત્રીવેદ નિકાચિત કરી ચરમશરીર મળવા છતાં બ્રાહ્મી-સુંદરી તરીકે ઉત્પન્ન થયા.
ઈર્ષ્યાળુને પ્રાયઃ કોઈના આશિષ મળે નહિ, ફળે નહિ. ઉદાર અને સહાયક હોય તેને કદી ઈર્ષ્યા નડે નહિ અને બીજાના આશિષ
૩૪૧.