________________
મળ્યા વિના - ફળ્યા વિના રહે નહિ. તેને માર્ગસ્થ ક્ષયોપશમ પણ અવશ્ય જાગે. તથા સંયમપાલનમાં ઉત્સાહ પણ જાગે. આરાધનામાં ઉત્સાહ જાગે તો આરાધના મજબૂત બને, તારક બને, સાનુબંધ બને. તેવી આરાધનાથી વિશુદ્ધ ભાવો અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. પ્રાપ્ત થયેલ સંયમીનો સંગ સફળ બને.
બાકી, જેને અહીં સહવર્તી તરીકે મળેલા ૫/૧૦ સંયમી પ્રત્યે બહુમાન ન હોય તેને મહાવિદેહમાં કરોડો સંયમીના દર્શને પણ આનંદ-બહુમાન-લાગણી ન જ થાય. તો ત્યાં દીક્ષા કેવી રીતે મળે ? “સહવર્તી સંયમી છદ્મસ્થ હોવાથી આપણને તેમાં દોષદર્શન થાય છે”- આ માન્યતા ભ્રાન્ત છે. હકીકત તો એ છે કે આપણને સહવર્તીમાં દોષદર્શન થતા હોવાથી આપણે છદ્મસ્થ છીએ. કેવલજ્ઞાનીને નિગોદના જીવમાંય સ્વરૂપતઃ કોઈ દોષદર્શન ન થાય, કેવળ ગુણદર્શન થાય. છદ્મસ્થ એવા ૩૬૩ પાખંડી, નિદ્ભવ વગેરેને સર્વજ્ઞ ભગવંતમાં પણ દોષ દેખાતા હતા. દોષષ્ટિ આવે પછી વ્યવહારમાં પણ અનૌચિત્ય, ઉદ્ધતાઈ આવતાં વાર ન લાગે.
આપણા વિચિત્ર વ્યવહારના લીધે આપણા સહવર્તીને ‘મેં ક્યાં દીક્ષા લીધી ?' આવો વિચાર જાગે તો આપણને સંયમના ચીકણા અંતરાય બંધાય, સહવર્તી સંયમીમાં રહેલ જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિના પણ અંતરાય બંધાય. માટે આપણે બે સાવધાની રાખવાની છે. (૧) આરાધના કર્યા પછી પસ્તાવો ન કરવો, (૨) સંયમ જીવનનો પસ્તાવો જાગે તેવું વાતાવરણ આપણા સહવર્તીને ન આપવું.
‘બીજાને આપણી ધર્મપ્રવૃત્તિથી ઉદ્વેગ ન થાય' એવી સાવધાની રાખીને વિવેકદૃષ્ટિથી જિનાજ્ઞા પાળવા છતાં સામેની વ્યક્તિને પોતાની અપાત્રતાના જ લીધે આપણા ઉપર દ્વેષ થાય તો તેમાં આપણે ગુનેગાર નથી. પરંતુ બીજાને આરાધનામાં ખલેલ પડે તેમ અત્યંત મોટેથી વાતો કે સ્વાધ્યાય કરીને, કટાક્ષ-મેણા-ટોણા મારીને બીજાને આપણા પ્રત્યે દુર્ભાવ કરાવીને તેનો સંયમપાલનનો ઉત્સાહ
૩૪૨