________________
તોડીએ તે તો ન જ ચાલે, કેમ કે એક તો ધર્મસામગ્રી મળવી દુર્લભ છે. તેના કરતાં તેનો સદુપયોગ કરવાનો ઉત્સાહ જાગવો વધુ દુર્લભ છે. કારણ કે બાહ્ય અનુકૂળતા-ધર્મસામગ્રી મળવી તે પૂર્વકૃત બાહ્ય આરાધનાનું ફળ છે. અને બાહ્ય અનુકૂળતા મળ્યા પછી આરાધનાનો ઉત્સાહ જાગવો તે પૂર્વકૃત આંતરિક આરાધનાનુંઆરાધકભાવનું ફળ છે. બાહ્ય આરાધના કરતાં પણ આંતરિક આરાધના-આરાધકભાવ અઘરી ચીજ છે. બાહ્ય ધર્મસામગ્રી મળવી તે કરતાં તેનો સદુપયોગ કરવાનો ઉત્સાહ જાગવો અઘરો છે. તેનાં કરતાં તેનો સદુપયોગ કરતી વખતે વિઘ્ન-અંતરાયના લીધે અહોભાવપૂર્વક આરાધના પૂર્ણ થવી દુર્લભ. તેના કરતાં ય આરાધના પૂર્ણ થયા પછી પસ્તાવો કે સ્વપ્રશંસા ન થવી તો અતિઅતિદુર્લભ છે. સુકૃત કર્યા પછી પસ્તાવો કરીને મમ્મણશેઠે આરાધકભાવ બાળી નાખ્યો. અપૂર્વ સ્વાધ્યાય કર્યા પછી સ્વપ્રશંસામાનકાયના વમળમાં થૂલભદ્ર સ્વામી જેવા કામવિજેતા પણ ફસાઈ ગયા. આથી ઉપરની સાવધાની રાખીએ તો જ ભાવચારિત્ર પ્રગટ થાય.
લખી રાખો ડાયરીમાં...
કોઈનો આપણા પ્રત્યેનો સ્નેહરાગ આપણને ગમે નહિ, આપણને કોઈ પ્રત્યે સ્નેહરાગ-કામરાગ વગેરે જાગે નહિ તો ભાવ સંયમ દૃઢ બને.
૩૪૩