________________
ઉત્સાહનું ઊર્દીકરણ
“સંયમજીવનની સફળતાનો મહત્ત્વનો પાયો ઉત્સાહ છે.” માટે જ આચારાંગજીમાં ‘જાએ સદ્ધાએ નિ ંતો તામેવ અણુપાલિજ્જા આમ જણાવેલ છે. શ્રદ્ધા એટલે જિનવચન અને ગુર્વાશા ખાતર પોતાની તમામ ઈચ્છાનું બલિદાન આપવાનો અદમ્ય ઉત્સાહ. આવો ઉત્સાહ જે યોગમાં ભળે તે યોગ દીર્ઘજીવી બને, નૈૠયિક બને, કલ્યાણકારક બને. ઉત્સાહ એ ભાવ છે. જે યોગમાં ભાવ હોય તેમાં ભાર લાગે નહિ. જે યોગમાં ભાવ ઘટે તેનો ભાર લાગ્યા વિના રહે નહિ.
દુકાનમાં ઘરાકી વધે તેમ પરિશ્રમ વધે છતાં શેઠને વધતી ઘરાકીનો ભાર લાગતો નથી, કારણ કે ત્યાં શેઠનો ઉત્સાહ પ્રવર્ધમાન છે. ઘરાકી વધે તેમ નોકરને થાક લાગે છે, ભારબોજ-કંટાળો આવે છે, કેમ કે તેને તેમાં ઉત્સાહ નથી. ઉત્સાહનું ચાલકબળ છે લાભષ્ટિ. શેઠ પાસે તે છે, નોકર પાસે તે નથી. જો સંયમજીવનમાં વૈયાવચ્ચ, ગ્લાનસેવા, ગોચરી, અધ્યયન, અધ્યાપન, વિહાર વગેરે તમામ યોગોમાં આપણને ભાર ન લાગે તો આપણે તે યોગના માલિક, ભાર લાગે તો આપણે નોકર-ગુલામ ! માલિક બનવું કે ગુલામ? તેની પારાશીશી આપણો ઉત્સાહ છે.
ઉત્સાહ હોય તે સત્ત્વ ઊંચકી શકે, દેહાધ્યાસ તોડી શકે, મનને પોલાદી બનાવી શકે, શરીરની સહનશક્તિ કલ્પના બહાર વધારી શકે. આનું બેનમુન ઉદાહરણ શાલિભદ્ર છે. શાલિભદ્રજી કહે છે કે દુઃખની જોડે દોસ્તી ન કરી શકે તે આત્મકલ્યાણ ન સાધી શકે.’ દુઃખની દોસ્તી કરવાનું મુખ્ય ચાલકબળ ઉત્સાહ છે. શાલિભદ્રનું ઉદાહરણ કહે છે કે ‘સહન કરવાની શક્તિ વધારી શકાય છે.' ઉત્સાહથી શક્તિનો ઉપયોગ કરો તો શક્તિ વધે, બાકી કટાઈ જાય. ડાબા હાથ અને જમણા હાથની શક્તિ સ્વરૂપતઃ સમાન હોવા છતાં ડાબા
૩૪૪