________________
હાથનો લખવામાં ઉપયોગ જે ન કરે તેની ડાબા હાથની લેખનશક્તિ કટાઈ જાય છે.
શક્તિ એક છે. શક્તિ પરિવર્તનશીલ છે. ધીરજ, ઉત્સાહ અને પ્રયત્નથી શક્તિ વધી શકે, સુધરી શકે. તપ, ત્યાગ, અભિગ્રહપાલન, લોચ, વિહાર, વૈયાવચ્ચ, ગાથા ગોખવી, રાત્રી સ્વાધ્યાય વગેરે તમામ યોગમાં આ રીતે વિચારી લેવું. સત્ત્વ કાયાના બળે નથી વધતું પણ ઉત્સાહના બળે જ મુખ્યતયા વધે છે. સાતમા ઉપવાસે ટેકો લઈને માંડ માંડ ચાલનારો અઠ્ઠાઈના પારણાના દિવસે પારણા પૂર્વે સવારે દોડતો દેખાય છે ને !
જિનાજ્ઞાના મર્મથી જેનો આત્મા ભાવિત થયો હોય તેનો સર્વક્ષેત્રીય સહન કરવાનો ઉત્સાહ વધતો જાય છે. શાસ્ત્રવચન એક પાટો છે. આપણો અનુભવ એ બીજો પાટો છે. બન્ને સમાંતર (Parallel) ચાલે તો જ સંયમ-સ્વાધ્યાય-તપની ગાડી દોડે, બાકી ઉથલી પડે. શાસ્રકારનો અભિપ્રાય અને આપણો અનુભવ આ બન્ને વચ્ચે વિસંવાદ ન જન્મે તો જ આત્મકલ્યાણ થાય. શાસ્ત્રનો બોધ અનુભવની એરણ ઉપર ઘડાય નહિ ત્યાં સુધી આધ્યાત્મિક સત્ત્વ આવે નહિ, ત્યાં સુધી ઉપસર્ગ-પરિષહો જીતાય નહિ, ત્યાં સુધી સંયમનો કે નિર્જરાનો આનંદ થાય નહિ.
સંયમીને પુદ્ગલનો ટેકો હોય પણ પુદ્ગલની ગુલામી ન હોય. જેમ શેઠને પગાર ચૂકવવામાં રસ નથી પણ નોકર પાસેથી કામ લેવામાં રસ છે. તેમ સાધકને આરામ-ભોજનરૂપી પગાર ચૂકવવામાં રસ ન હોય પણ શરીર પાસેથી તપ-સ્વાધ્યાય-સંયમસાધનાનું કામ લેવામાં જ રસ હોય. આવું હોય તો જ ‘હું અને શરીર અલગ છીએ’ એવું ભેદવિજ્ઞાન થાય અને પરિષહ-ઉપસર્ગને જીતી શકાય. આવું ભેદવજ્ઞાન પચાવવાથી જ ગજસુકુમાલ મુનિ, મેતારજ મુનિ વગેરેએ કૈવલ્યલક્ષ્મીને સંપ્રાપ્ત કરી.
મન તો કાયમ શરીરનો અને ઈન્દ્રિયવિષયોનો જ પક્ષપાત
૩૪૫