________________
તેવા ગુરુ ખાટકી કરતાં પણ ભૂંડા છે- એવું ગચ્છાચારપત્રો જણાવે છે.
શિષ્ય વિના ગુરુનું આત્મકલ્યાણ અટકવાનું છે કે ગુરુ વિના શિષ્યનું આત્મકલ્યાણ અટકવાનું છે ? તે શાંત ચિત્તે વિચારવાથી ગુરુની મહત્તા સમજાય તેમ છે. દુર્જનની ગાળ એ કઠોરતા છે અને ગુરુનો ઠપકો એ કરુણા છે. આ સૂક્ષ્મ ભેદરેખા ન પારખી શકે તેનું સંયમજીવન પ્રાયઃ નિષ્ફળ જાય છે. હજારો મોટા કારણોથી સંયમજીવન નિષ્ફળ નથી જતું. પરંતુ ઉપરની એકાદ નબળી કડીથી સંયમજીવન નિષ્ફળ-નિષ્ઠાણ-નિસ્તેજ બને છે.
આપણે ભવસાગર તરવા નીકળેલ છીએ. ગુરુ તરાવનાર છે. તરાવનાર પ્રત્યેની શંકા અને તેમના વચનનો અસ્વીકાર એ તરવામાં બાધક બને છે. ભવભીરુ ગીતાર્થ ગુરુના વચનમાં શંકા કરવી એ કેવળજ્ઞાનીના વચનમાં શંકા કરવા જેવું છે. ગુરુવચનના સ્વીકારમાં અવરોધક તત્ત્વ છે આપણી બુદ્ધિ. જે બુદ્ધિના શરણે જવાથી નરકનિગોદ-દુર્ગતિના દુઃખો વેઠ્યા એ બુદ્ધિને હટાવીએ નહિ ત્યાં સુધી ગુરુ તારક કઈ રીતે બને ?
ગૃહસ્થનો સંસાર આરાધનાથી ઘટે. સંયમીનો સંસાર તો ગુર્વાજ્ઞા મુજબની જ આરાધનાથી ઘટે. ગુર્વાજ્ઞાને તોડીને પોતાની ઈચ્છાથી કરેલી આરાધનાથી તો સંસાર વધે. દીર્ઘભવભ્રમણ કરનાર ગોશાળો, કુલવાલક, અગ્નિશર્મા, શિવભૂતિ બોટિક વગેરે ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરે છે. ગુર્વાજ્ઞાને જે ન આરાધી શકે તે ગુરુની ઈચ્છાને તો કઈ રીતે આરાધે ? દેવાધિદેવની આરાધના અને ચારિત્રધર્મની સાધના સરળ છે. પણ ગુરુની ઉપાસના અઘરી ને કપરી છે. કારણ કે તેમાં આપણને અહં, ઈચ્છા, મહત્ત્વાકાંક્ષા, ઉદ્ધતાઈ વગેરે નડે છે.
પરંતુ સમજી લેવા જેવું એ છે કે ગુરુની ઉપાસના વગર દેવતત્ત્વની આરાધના અને ધર્મતત્ત્વની સાધના એ સુગંધશૂન્ય ફૂલ જેવી છે, ગળપણ વગરની મીઠાઈ સમાન છે, મીઠા વિનાની રસોઈ સમાન
૩૩૪