________________
મૂળ વાત ઉપર આવીએ. સમાધિ ટકાવવા માટે કાં પોતાની જાતે સુધરી જવું કાં તો ગુરુના ઠપકાને-અનુશાસનને પ્રેમથી વધાવવાનો પ્રયત્ન કરવો. આ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. હૃદય પાણી જેવું હોય તો ઠપકાની કોઈ આડઅસર ન થાય. પત્થર જેવું હૈયું કઠોર-નઠોર હોય તો ઠપકો દિલમાં શિલાલેખની જેમ કોતરાયા વિના રહે નહિ. કુલવાલક મુનિની હાલત ખ્યાલ છે ને? | દોષનો પ્રેમ તો અનાદિ કાળનો છે જ. તેથી નિમિત્ત મળતાં જ જીવ અવળા માર્ગે આગળ વધે ત્યારે ગુરુનું અનુશાસન ન હોય તો દુર્ગતિ કેવી રીતે અટકે ? આવું ન બને તે માટે ગુરુ કરવાના છે. તેથી જાતે દોષની રુચિ તોડી ન શકનાર વ્યકિત માટે અનુશાસન ઉપયોગી છે, જરૂરી છે. નરક-નિગોદની સજા ગુરુના બે-ચાર કડવા વચન પ્રસન્નતાપૂર્વક સાંભળવાથી જાય તેમાં તો રાજી થવા જેવું છે ને?
જેને શેરબ્રોકર થવું હોય, હીરા બજારના કિંગ થવું હોય તે તાલિમ મેળવવા અનુભવી સફળ શેઠને શરણે ગયા પછી શેઠના અનુશાસનને, ઠપકાને, કડકાઈને ઉમળકાથી વધાવ્યા વિના ના રહે. તેને ઠપકો ય મીઠો લાગે. જેનું લક્ષ્ય કેવળ નોકરી કરવાનું હોય તેને શેઠનો ઠપકો કડવો લાગે. તેમ જેને મોક્ષે જવાની તીવ્ર તાલાવેલી હોય, દોષમાં ત્રાસ લાગે, ગુણની લાલચ હોય તેને ગુરુનો ઠપકો મીઠો લાગે અને અનુકૂળતા ભોગવીને જીવન પૂર્ણ કરવાનું જેનું વલણ હોય, માન-સન્માનના સંસારમાં જેનું મન ફસાયેલું હોય તેને કાયમ ગુરુનો ઠપકો કડવો લાગે.
ટૂંકમાં નજીકના કાળમાં જેનું કલ્યાણ થવાનું હોય તેને ગુરુની કડકાઈ મીઠી લાગે. દુર્ગતિમાં ભટકવાનું હોય તેને ગુરુની કડકાઈ કડવી લાગે. યોગ્ય શિષ્યની સારણા, વારણા, અનુશાસન, કડકાઈ વગેરેમાં ગુરુ કંટાળે અને શિષ્યની ભૂલ પ્રત્યે આંખ મીંચામણા કરે
૩૩૩