________________
સંસારમાંથી કાયા છૂટે, મન ન છૂટે તો તે ત્યાગ કહેવાય. સંસારમાંથી કાયા અને 'મન બન્ને છૂટે તે યોગ કહેવાય. કાયા અને મન બન્ને સંસારમાં રહે તો તે ભોગ કહેવાય. ત્યાગને યોગમાં ન બદલીએ તો ભોગમાર્ગે મન દોડવાનું જ છે. યોગ વિનાનો ત્યાગ પાંગળો છે. ત્યાગને યોગમાં રૂપાંતરિત ન કરવાના કારણે તો અનંતા ઓછા નિષ્ફળ ગયા. સંસારત્યાગ કર્યા પછી પણ અંદરમાં મોટા ભાગે ભોગનું વલણ હોય તો કર્મસત્તા આપણને જોઈને હસે, મશ્કરી કરે. સંસારત્યાગ પછી યોગનું વલણ હોય તો આપણને જોઈ કર્મસત્તા રડે, વિલખી પડે અને ધર્મસત્તા પ્રસન્ન બને.
(૧) ત્યાગ એ કર્માધીન છે, સંયોગાધીન છે, પરાધીન છે. યોગ એ સ્વપુરુષાર્થાધીન છે, સ્વાધીન છે.
(૨) ત્યાગ ગતાનુગતિક પણ હોઈ શકે. યોગ તો નિયમા ઠરેલ સમજણ ડહાપણપૂર્વક જ હોય.
(૩) ત્યાગ બહુ બહુ તો પુણ્ય કે સ્વર્ગ આપે. યોગ તો સદ્ગુણસમૃદ્ધિની પૂર્ણતા દ્વારા મોક્ષ આપે.
(૪) ત્યાગ ક્યારેક સંઘર્ષ પેદા કરે. યોગમાં તો સદા સમાધિના
નિજાનંદના ફૂવારા ઉડતા હોય.
(૫) ત્યાગ એ બાહ્ય પરિવર્તન છે. યોગ એ આંતરિક આત્મપરિવર્તન છે.
(૬) ત્યાગને આડંબર પણ ગમે. યોગ કદિય પ્રદર્શનની ચીજ ન બની શકે.
·
(૭) ત્યાગ કાદાચિત્ક છે. યોગ શાશ્વત છે.
(૮) ત્યાગમાં ક્યારેક ભોગની ભૂતાવળ અને રોગની રીબામણ ગ઼ હોય. યોગમાં કશુંય અજીર્ણ નથી.
માટે પુણ્ય પાપાનુબંધી ન બને તે રીતે ત્યાગમાંથી યોગમાર્ગે આગળ વધી વહેલા મુક્તિપદને પામો એ જ મંગલકામના...
१४१