________________
ભોગનો ત્યાગ અને યોગ
2૬૬
આપણા પુણ્ય વિશે આજે એક બહુ મહત્ત્વની વાત કરવી છે. સંસાર છોડ્યા પછી, દીક્ષા લીધા પછી
(૧) સંસાર ક્યારેય યાદ પણ ન આવે, (૨) સંસારના ભોગસુખની ખણજ પણ ન જાગે,
(૩) રોજ નવી નવી આરાધનાનો ઉત્સાહ, ઉમંગ જાગે તો આપણું પુણ્ય પુણ્યાનુબંધી જાણવું.
દીક્ષા લીધા પછી (૧) જો સંસાર યાદ આવે, (૨) દીક્ષા લેવાનો પસ્તાવો થાય, (૩) “દીક્ષા સમજણ વિના વહેલી લઈ લીધી એવું લાગે, (૪) સંસારના ભોગસુખ યાદ આવે, (૫) ભોગસુખની ઈચ્છા જાગે, (૬) જાહેરમાં કે ખાનગીમાં સુખશીલતાને પોષવાનું મન થાય, (૭) નિષ્કારણ બીજાની સેવા લેવાની પણ જાગે, (૮) આરાધનામાં કંટાળો આવે,
(૯) સંયમમાં રહીને જેટલી આહારસંજ્ઞા-રસગારવ-ઋદ્ધિગારવા -સાતા ગારવને પોષી શકાય તેટલું પોષવાનું કામ કરીએ,
(૧૦) આશાતના - અવિનયમાં બેરોકટોક પ્રવૃત્તિ થાય, * (૧૧) બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવવાનું મન થાય,
(૧૨) દોષ સેવન પછી બળાપો ન થાય તો સમજવું કે આપણું પુણ્ય પાપાનુબંધી છે, મલિન છે.
ગુરુદેવ તો સંસારનો ત્યાગ કરાવી શકે પરંતુ તે ત્યાગને યોગમાં બદલવાની જવાબદારી તો શિષ્યની છે. ત્યાગને યોગમાં રૂપાંતરિત કરવા ગુરુ શિષ્યને સમજણ આપે, સહાય કરે પરંતુ ત્યાગમાર્ગને યોગમાર્ગમાં ફેરવવાની ઝંખના - તાલાવેલી તો શિષ્યમાં હોવી જ જોઈએ. ભોજન બીજા આપે, ભૂખ તો પોતાની જ જોઈએ ને !
-ન૧૪૦
१४०