________________
(૫) વિશેષ કે સામાન્ય આવશ્યક ગોચરી - ઉપકરણ વગેરેનો પણ મૂછ, મમતા, આસક્તિ, લાગણી વગર ઉપયોગ કરવાનું લક્ષ રાખે, પ્રયત્ન કરે, તેવી ટેવ પાડે.
(૬) ગોચરી વગેરે આવશ્યક ચીજનો ઉપયોગ કર્યા પછી પણ તેની પ્રશંસા, અનુમોદના કરવાની ભૂલ ન કરે.
(૭) આવશ્યક ચીજ-વસ્તુનો ભોગવટો કરવામાં મમતા, લાગણી થઈ જાય તો તેનો પસ્તાવો, બળાપો, આલોચના, પ્રાયશ્ચિત્ત, દંડ, ફરીથી નહિ કરવાની પ્રતિજ્ઞા વગેરે કરે તે સાચો પાકો સંયમી બની શકે.
ઉપરની સાતેય બાબતોમાં બેદરકાર બની, ફક્ત મોઢેથી તત્ત્વજ્ઞાનની ઊંચી વાતો કરવાથી કે બાહ્ય એકાદ ઉગ્ર આરાધના દ્વારા વૈરાગ્યનો દેખાવ-આડંબર ઊભો કરવાથી ખરા અર્થમાં સંયમી બની શકાતું નથી. વ્યવહારમાં ગોલમાલ, ઘાલમેલ કરી કોરી નિશ્ચયની પોકળ વાતો બીજાને અને ક્યારેક પોતાની જાતને પણ વ્યામોહમાં મૂકી દે છે. માટે ઉપરના સાતેય વ્યવહારમાં ચોક્કસ બની, સાવધાની કેળવી સ્વાધ્યાય, સહાય, પ્રભુભક્તિ વગેરે ગુણોને આત્મસાત્ કરવા કટિબદ્ધ બની વહેલા મુક્તિપદને પ્રાપ્ત કરશો.
નલખી રાખો ડાયરીમાં ;
સાધુપણામાં ગોચરી, પાણી, ઊંઘ, બોલવાનું, જોવાનું, વિચારવાનું, સાંભળવાનું, ચાલવાનું... બધું જ મર્યાદામાં. કોઈ પણ ક્ષેત્રે લક્ષ્મણરેખા ઓળંગવામાં નુકશાન પાર વિનાનું. ભૂલનું પરિણામ ખ્યાલમાં ન હોય તો ભૂલ નાની લાગે.
૧૩૯