________________
સંયા જીવન ઘડતર
આજે જીવનવ્યવહાર - જીવનઘડતર વિશે વાત કરવી છે.
(૧) સંયમીની આવશ્યક્તા એવી હોય કે તેની પૂર્તિ સર્વ સામાન્ય સંજોગોમાં થઈ જાય. ગોચરી, ઉપકરણ વગેરેની સાદી ક્વોલિટી, ઓછી વેરાઈટી અને અલ્પ પ્રમાણ કેળવવા પ્રત્યેક સંયમી પ્રયત્ન કરે.
(૨) સંયમી એવા કોઈ પણ નિમિત્તનું સેવન ન કરે, નખરા કે અડપલા ન કરે કે જેથી વિશેષ પ્રકારની આવશ્યકતા ઊભી થાય. દા.ત. ખાવામાં બેદરકાર બની, માંદા પડીને દવા-દોષિત ગોચરી-સેવા લેવી વગેરે જરૂરિયાત સામે ચાલીને ઊભી ન કરે. ઉપકરણ ખોઈ નાખે, તોડી નાખે અને દૂરથી તે સ્પેશ્યલ ઉપકરણો મંગાવવા પડે તેવો પ્રમાદ-બેદરકારી જીવનમાં ન ઘુસાડે. અતિપરિશ્રમ કરી, વધુ ગોચરી વાપરી બપોરે ઊંઘવાની આવશ્યકતાને સંયમી નોતરે નહિ. (a) ચા વગેરેનું વ્યસન, (b) છાપા વાંચવા વગેરેનો શોખ, (C) વધુ ઉપકરણોનો સંગ્રહ, (0) પારણામાં વિશિષ્ટ વેરાયટી વાપરવાની ટેવ પાડીને આવશ્યકતા વધારવાનો પ્રયત્ન સાચો સંયમી કદાપિ ન કરે. (2) ચશ્માની વિશિષ્ટ ફ્રેમ, પેન, લેટરપેડ, મુહપત્તિ, કવર, આસન, કામળી, ગોચરી વગેરેની ચોક્કસ ક્વોલીટીનો આગ્રહ રાખી, ફેશન વગેરેને પોષીને આરંભ-સમારંભ વધારવાની, શ્રીસંઘ ઉપર ભારબોજ વધારવાની અને બહિર્મુખતાને મજબૂત કરવાની ભૂલ સંયમી ન કરે.
" (૩) સાચો સાધુ વિશેષ આવશ્યકતા હોવા છતાં તેના વિના ચલાવવાનું સત્ત્વ કેળવે, ટેવ પાડે.
(૪) બપોરની ઊંઘ, દોષિત ગોચરી વગેરેની વિશેષ પ્રસંગમાં આવશ્યકતા લાગે તો પણ બીજા માટે ખોટું આલંબન ન બની જવાય તેની સાવધાની રાખી જયણાપૂર્વક અપવાદ પદે તેનો ઉપયોગ કરે.
१३८