________________
અઈમુત્તા મુનિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂલને સુધારવાની ભૂમિકાએ દૃઢ રીતે પહોંચવાથી અષાઢાભૂતિ, માષતુષ મુનિ, મૃગાવતીજી વગેરેને કેવલજ્ઞાન મળ્યું. પુષ્પચુલા સાધ્વીજી; કુરગડુમુનિના સહવર્તી કેવલજ્ઞાન ચારેય તપસ્વી મુનિ ભગવંત વગેરેને કૈવલ્યલક્ષ્મી સંપ્રાપ્ત થઈ. યથાસંભવ રીતે ઉપરના ઉદાહરણોની યોજના કરવી. તાત્પર્ય એ છે કે ચારેય વિનયસમાધિને જીવનમાં કેળવીએ તો પરમગતિ-મુક્તિ આપણાથી દૂર નથી. ચારેય વિનયસમાધિને અવગણી ઉગ્ર સાધના તપ સંયમને કેળવીએ તો ત્યાગ પણ મોક્ષમાર્ગે આગળ વધી ન શકાય. માટે જીવનમાં ઊંચી ઉગ્ર આરાધનાના લક્ષના બદલે નિર્મળ ચતુર્વિધ વિનયસમાધિને કેળવવાનું લક્ષ રાખશો તો ક્યાંય પણ સંકલેશના વમળમાં, ભવભ્રમણમાં ફસાવાના બદલે સડસડાટ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શકાશે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધો એ જ મંગલકામના...
-
-
-
લખી રાખો ડાયરીમાં...
પરતત્ત્વની ગાઢ આસક્તિ એકાંતે મારક છે.
ઘર, શરીર, સગા વહાલા, શક્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પ્લેટફોર્મ, પુણ્ય, શિષ્ય... આ બધા પરતત્ત્વ છે.
-
નજર સામે ઉત્તમ આલંબન ન મળે તો માનસિક
રીતે તેવા પૂર્વકાલીન સંયમીના ઉત્તમ આલંબન ઊભા કરી જીવનમાં સારા આચારને ઉતારતા રહેવું.
૧૩૭