________________
ચાણ વિનયક્ષશાહિના રહસ્યો
દશવૈકાલિકસૂત્રમાં વિનયસમાધિના ચાર પ્રકાર બતાવેલ છે. (૧) ગુરુની હિતશિક્ષા, ગ્રહણશિક્ષા વગેરે સાંભળવી (૨) સ્વીકારવી (૩) ભૂલને સુધારવી (૪) ભૂલ સુધાર્યા પછી “હું વિશુદ્ધ સંયમી બનેલ છું એવું અભિમાન ન કરવું. શ્રવણની શરૂઆત માર્ગાનુસારીની ભૂમિકાથી થાય છે. સ્વીકાર તે સમકિતીની ભૂમિકા. ભૂલ સુધારવા આત્મસામર્થ્ય ફોરવવું તે સંયમીની ભૂમિકા છે. પોતાના શુદ્ધ સંયમનું અભિમાન ન હોય તે વીતરાગદશાની નજીકની ભૂમિકા છે. અગ્નિશર્મા ગુરુનું સાંભળવા તૈયાર ન થયા એ માર્ગાનુસારીની ભૂમિકાનો અભાવ. માલિ વગેરે ભૂલ સ્વીકારવા તૈયાર ન થયા અને સમકિતથી ભ્રષ્ટ થયા. અષાઢાભૂતિ, વગેરે ભૂલ સુધારવા તૈયાર ન થયા અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. બાહુબલીજી અભિમાનમાં અટવાઈને વીતરાગદશાથી વંચિત રહ્યા.
આનાથી વિપરીત વિચારીએ તો ચિલાતીપુત્ર, અર્જુનમાળી વગેરે શ્રવણના માધ્યમથી માર્ગાનુસારીની ભૂમિકા નિર્મળ રીતે દઢ કરી આગળ વધ્યા. ભૂલ સ્વીકારની ભૂમિકાએ ટકવાથી માપતુષ મુનિ વગેરે સમકિત ટકાવી શક્યા. ભૂલ સુધારવાની ભૂમિકાએ પહોંચવાથી આર્દ્રકુમાર, નંદિષેણ, રહનેમિજી વગેરે ભાવ ચારિત્રને પુનઃ પ્રાપ્ત કરી શક્યા. અભિમાન છોડવાની ભૂમિકાએ પહોંચવાથી પાછળથી બાહુબલીજી વીતરાગદશા પામી શક્યા.
'શ્રવણ વગેરે પ્રત્યેક વિનયસમાધિ એવી છે કે તેને મજબૂત રીતે પકડવામાં આવે તો છેક કેવલજ્ઞાન સુધી જીવને પહોંચાડે. ગૌતમસ્વામીજીના હસ્તે દીક્ષિત થયેલ ૧૫૦૩ તાપસમાંથી ૫૦૧ને ગુરુમુખેથી જગદ્ગુરુ-ગુણવર્ણનના શ્રવણથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુદેશનાના શ્રવણથી અનંતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. ભૂલસ્વીકારની ભૂમિકાને દઢ રીતે પકડવાથી ચંડરુદ્રાચાર્યના શિષ્યને,
૧૩૬