________________
આપણું મન ઉદ્વિગ્ન-બેચેન-ખિન્ન હોય ત્યારે ગુરુવચન ન ગમે; (૫) આવડત-હોશિયારી ન હોય ત્યારે ગુરુવચન ગમે અને આવડત-હોશિયારી આવે પછી ગુરુવચન ન ગમે;
(૬) બીજા કોઈની પણ સાથે મનમેળ ન હોય ત્યારે ગુરુવચન ગમે અને બીજા સાથે મજબૂત મનમેળ પડે પછી ગુરુવચન ન ગમે; (૭) બોલતા ન આવડે તથા ભગત ન હોય ત્યારે ગુરુવચન ગમે અને બોલવાની છટા આવે તથા ભગતોની વણઝાર ઊભી થાય પછી ગુરુવચન ન ગમે;
(૮) ગુરુ કડકાઈ કરે ત્યારે ગુરુવચન ન ગમે અને ગુરુ સહાય કરે પ્રશંસા - ઉપબૃહણા કરે ત્યારે ગુરુવચન ગમે; (૯) ગુરુ આપણા પક્ષમાં લાગે ત્યારે ગુરુવચન ગમે અને ‘ગુરુ આપણા પક્ષમાં નથી' એવું લાગે ત્યારે ગુરુવચન ન ગમે તો સમજવું કે ‘આ ગુરુવચનરુચિ નથી પણ સ્વાર્થરુચિ છે, સગવડરુચિ છે, મોહરુચિ છે. ગુર્વાશાની કે જિનાજ્ઞાની નહિ પણ મોહઆજ્ઞાની રુચિ છે.' આવું આપણા જીવનમાં ન બને તેની સાવધાની રાખી તાત્ત્વિક ગુરુવચનરુચિ કેળવી વહેલા પરમપદને આપણે પામીએ એ જ મંગલકામના...
-
લખી રાખો ડાયરીમાં...
જઘન્ય વૈરાગ્યવાળો ઘર છોડી સાધુ બને. મધ્યમ વૈરાગ્યવાળો શરીરની આસક્તિ છોડી સાધના કરે.
ઉત્કૃષ્ટ વૈરાગ્યવાળો સાધના કરવા છતાં જ્ઞાન, તપ-ત્યાગ, પ્રવચનશક્તિ વગેરેનો મદ ન કરે. જઘન્ય વૈરાગ્ય અને મધ્યમ વૈરાગ્ય આવ્યા વિના પ્રાયઃ ઉત્કૃષ્ટ વૈરાગ્ય આવી ન શકે.
૧૩૫