________________
તાત્વિક ગુરુવચન શિની ઓળખાણા.
- જિનવચનની રુચિ હોય તો સંયમજીવનમાં મસ્તીનો અનુભવ થાય. પરંતુ જિનવચનની રુચિ તાત્ત્વિક હોય તે બહુ જરૂરી છે. જેને ગુરુવચનમાં રુચિ હોય તેની જિનવચનરુચિ સાચી. માત્ર અનુકૂળ શાસ્ત્રવચનની રુચિ હોય અને ગુરુવચનરુચિ ન હોય તો તાત્ત્વિક જિનવચનરુચિ ન જ હોય. શાસ્ત્રોમાં તો ઉત્સર્ગ - અપવાદના અનેકવિધ વચનો ઉપલબ્ધ થાય. પોતાની સગવડ મુજબનું શાસ્ત્રવચન પકડી તેમાં જિનવચનસચિની છાપ મારી મોહવચનસચિને છુપાવવી તે એક જાતની બાલિશતા છે, કનિષ્ઠ ભૂમિકા છે. ગુરુવચનને છોડી શાસ્ત્રવચનને પકડનારા નવ નિcવ દિગંબર અને અનેક મુમતોત્થાપક પાક્યા છે. એ વાત વિશેષાવશ્યકમહાભાષ્યમાં સ્પષ્ટ છે. મધ્યસ્થ ભાવે શાસ્ત્રવચનને પકડવા તે મધ્યમભૂમિકા છે. સુખશીલતા પોષ્યા વિના ગુણાનુરાગથી ગુરુવચનને પકડવા, આદરવા, આચરવા તથા પ્રતિકૂળ સ્થિતિમાં પણ તેને ન છોડવા તે ઉત્તમ ભૂમિકા છે.
“-પરનું સાનુબંધ ભાવ હિત ગુરુના હૈયે કોતરાયેલ છે, તેમના હાથમાં રહેલ છે.” આવું આપણું માનસિક વલણ દઢ હોય તો ગુરુવચનરૂચિ સરળ અને સહજ બને. તાત્ત્વિક ગુરુવચનરુચિ હોય તો જ આરાધના સાનુબંધ બને, મજબૂત બને, વિનિયોગકારી બને, વિશુદ્ધપુણ્યજનક થાય. * (૧) અનુકૂળ ગુરુવચન ગમે અને પ્રતિકૂળ ગુરુવચન ન ગમે, ' (૨) પુણ્યહીનદશામાં ગુરુવચન ગમે અને પ્રભાવક પુણ્યોદયના અવસરે ગુરુવચન ન ગમે,
(૩) આરોગ્ય હોય ત્યારે ગુરુવચન ગમે અને માંદગીમાં (તપ વગેરે સંબંધી) ગુરુવચન ન ગમે,
(૪) આપણું મન પ્રસન્ન હોય ત્યારે ગુરુવચન ગમે અને
૧૩૪