________________
મિથ્યાત્વી હોય. જડમાં રમે/ઠરે તે મિથ્યાત્વી. ચેતનમાં રમવાનું ગમે તે સમકિતી. ચેતનમાં રમે/ઠરે તે સંયમી.
સારી ગોચરી-પાણી, અનુકૂળ જગ્યા, ઉત્તમ ઉપકરણો અને પ્રશંસા કરનાર ભગતોની વચ્ચે રહીને મલકાય – લલચાય - મોહાય તે મિથ્યાત્વી. સ્વયં આવી પડેલ પ્રતિકૂળ ગોચરી -પાણી-જગ્યાઉપકરણોમાં અને ભગતોની ગેરહાજરીમાં સર્જાતી મનની અપ્રસન્નતા જેને ખેંચે તે સમકિતી. પ્રતિકૂળ ગોચરી, ઉપકરણ વગેરેને સામે ચાલીને સ્વીકારે તે સંયમી.
દુઃખનો અર્થી તે દીક્ષાર્થી = મોક્ષાર્થી. સુખનો = અનુકૂળતાનો અર્થી તે સંસારાર્થી. બાહ્ય સામગ્રી જેમ ઊંચી ક્વોલિટીવાળી, વધુ પ્રમાણમાં તથા તેની આવશ્યકતા વધારે તેમ જીવની સંસારરસિકતા વધારે. બાહ્ય સામગ્રી જેમ સાદી ક્વોલિટીવાળી, અલ્પ પ્રમાણમાં તથા તેની આવશ્યકતા અપેક્ષા ઓછી તેમ જીવની સંયમરમણતા વધારે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય તો જ આવી ઉત્તમ ભૂમિકા કેળવાય, પકડાય. આપણે દેહાધ્યાસ, નામાવ્યાસ, કર્માધ્યાસથી મુક્ત બનીને સંયમરમણતાની ઉત્તમ ભૂમિકાએ પહોંચવાનું છે. એ લક્ષ રાખી સંયમજીવન પાળો એ જ મંગલકામના..
(લખી રાખો ડાયરીમાં • સાધનામાં સત્ત્વ કેળવવા માટે
(૧) દુઃખભીરુ જીવને દુર્ગતિનો ભય, (૨) પાપભીરૂ પ્રાણીને પાપનો-વિરાધનાનો ભય, (૩) સુખાર્થી સાધકને સદ્ગતિના લાભનો ખ્યાલ, (૪) જ્ઞાની આત્માને પોતાના સદ્ગુણ અને મોક્ષના લાભનો વિચાર નિમિત્ત બને છે.
–-૧૩૩
૧૩૩